________________
ર૩૧
આવા ગુરુનાં વચન સાંભળી તે કનકધ્વજ રાજા, પિતાને ગામ આવી સામંત, મંત્રી તેમની સમીપ, પિતાના નાનાભાઈ જય સુ દરનામે યુવરાજને કહેવા લાગ્યું કે હે વત્સ ! તું આ રાજ્યને ગ્રહણ કર, કારણ હવે મારી સંયમ લેવાની ઈચ્છા થઈ છે. તે સાંભળી જયસુંદરકુમાર બે કે હે મહારાજ ! આપને આવું બોલવું એગ્ય છે? વળી પિતાના અતરંગ મિત્રને તથા ભાઈને આ રાજ્યપ બંધીખાનામાં નાખીને આપ જેવા ઉત્તમ પુરુષને પલાયન થવું છે ? અને હે પ્રભુ ! સંસારના રુપને જાણી ગુરુના વચનામૃત તત્ત્વને પીને વિષતુલ્ય એવા વિષને વિષે આપની પેઠે મારુ પણ મને આનંદ પામતુ નથી છે ઝબધો ! ઝાઝું શું કહું છું પરંતુ સ્વહિતૈષી એ હુ પણ આપની સાથેજ દીક્ષાને ઘડણ કરીશ, આ પ્રકાર જયસુ દરકુમારને પણ દીક્ષા ગ્રહણને નિશ્ચય સાંભળીને તે કનકધ્વજ રાજાએ રાજ્યલક્ષણલક્ષિતાંગ એવા પિતાના કનકકેતુનામે કુમારને તુરત રાજ્યગાદી પર બેસાડો પછી કનકધવજ તથા જયસુંદર એ બને ભાઈ મા ત્રી, સામંત, મંડલેશ્વર વગેરેની સાથે જ્યાં ગુરુ બેઠા છે, ત્યા વનમાં છે, ત્યાં વનમાં જઈ ગુરુને પ્રણામ કરીને દીક્ષા લીધી. ત્યારે કનકકેતુ રાજા, પિતાની ઈચ્છા પ્રમાણે દીક્ષામહોત્સવ કરી તેઓના ચરણારવિદતુ વદન કરી પિતાના અને કાકાનાં વિરહદુખથી દુખિત થયો થકે ઘેર આવે.
- હવે તે કનકધ્વજ તથા જયસુદર એ બને મુનીશ્વર, નિર્મળચારિત્રને પાળનાર, તથા પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તેને ધારણ કરનાર, જ્ઞાન અને ચારિત્ર તેના આરાધક થયા તે મુનિરાજે સિદ્ધાંતરૂપ અમૃતના પાન કરનાર, તીવ્રતાપથી કરી પાપનો નાશ કરનાર, નિર્દોષ આહારને ભજન કરનાર, ગુરુપદની ભક્તિ કરનાર, ત્રણ ગુપ્તિએ કરી ગુપ્તા, શુદ્રયતિપણને પ્રાપ્ત થયેલા જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ રત્નને પાલન કરવામાં સાવધાન, છદ્રિએ, મહારાજાને જય કરવા તત્પર, દેવેને પણ અભિવાદનીઅ, તથા મુનિઓને પણું પૂજન કરવા યોગ્ય એવા બન્ને વષિઓ, શીતકાળને વિષે - વનમા તથા પર્વતની ગુફાઓમાં અશન તથા વસ્ત્ર તેને ત્યાગ કરી રહે છે. અને શ્રીમકાળને વિષે ભયંકર એવા સૂર્યના તાપથી તપેલા પાષણ પણ બેસી પિતાની કાયાને તપાવે છે તથા વર્ષાકાળને વિષે કૂર્મની પેઠે પિતાના હસ્ત પારાદિકને ગોપીને પર્વતની ગુફા પ્રમુખમાં પ્રવેશ કરીને રહે છે. આ પ્રકારે પરિસહ સહન કરવામા વીર, અને મેરુપર્વતથી પણ ધીર, સૂર્યના કાંતિ સમાન છે કાંતિ જેની એને સમુદ્રથી પણ ગંભીર, શુદ્ધ એવા જ્ઞાને કરી ભાસ્કર સમાન તે બને મુનિઓ, ચારિત્ર પાણી અનશનવ્રત અંગીકાર કરી, સમાધિમરણથી મરણ પામીને જેમાં અનુત્તર સુખ ભેગવાય છે, અને અતિ ઉત્તમ એવા વિજય વિમાનને વિષે બત્રીશ સાગરોપમના આયુષ્ય અઢારમા ભવે અહમિં દેવપણે મિત્ર થઈને અવતર્યા અહીં શંખરાજા અને કલાવતીના ભવથી માંડીને પૃથ્વીચક્ર અને ગુણુ સાગરના અઢારભવ સંપૂર્ણ થયા.