________________
२२४
કહે છે, કે માલસહિત તમારા મિત્ર તથા સથવારે આ પર્વત ફરીને વીરપુર ગયા છે. તે હે ભાઈ તે વીરપુર હું તમને ઘેડા વખતમા પર્વત ફર્યા વિના પગ રસ્તેજ પહોંચડાવીશ? તે વચન સાંભળી ગુણધર બોલ્યા કે હે બધે ! હાલ જ્યારે તમારા જેવા મને સુજ્ઞ સહાયક મલ્યા છે, ત્યારે મારે વિષાદ થવાને કયાં અવકાશ છે ? હાલ તમેએ કહ્યું કે મને તમારા જેવા સુજ્ઞ સહાયક મલ્યા. તે હે સુગ ! જગલમાં રહેનારા તથા મનુષ્યને લૂંટનારા અમારા વનેચમાં તે વળી સુજ્ઞત્વ કેવું ? ત્યારે ગુણધર કહે છે કે સર્ષના માથા પર રહેલે જે મણિ છે, તેમાં વિષાહારત્વ નથી શું? ના છે જ, અર્થાત તે મણિનો નિવાસ તે સપના મસ્તક પર છે, પરંતુ તે મણિ સર્ષવિષને નાશ કરે છે. તેમ તમે રહે છે તે વનમાં પણ સુજ્ઞત્વ ઘણું જ છે આ પ્રમાણે તે પાપતિએ તે ગુણધરની સાથે રહાલાપ કરી તથા બીજા પણ વિનોદ કરી કેટલાક દિવસ તે ગુણધરને પિતાને ઘેર રાખે. પછી તે ગુણધરે ત્યાથી જવા માટે રજા લીધી, ત્યારે પલિપતિએ કહ્યું કે હે કુમાર ! તમે મારા અતિથિ છે, માટે આ એક રસનુ તુ બડું છે, તે ગ્રહણ કરે અને તે ભાગ્યશાલિન્ ! આ રસમાં એવો ચમત્કાર છે, કે આ રસનું એકજ ટીપું, જે હજાર મણના ત્રાબાના અથવા લેઢાના પત્રા પર નાંખીએ તો તે સર્વ પતરું સુવર્ણમય થઈ જાય ! તેથી જે કદાચિત્તે સાથ તમને ન મલે, તે આ રસથી ત્રાંબાનું સુવર્ણ બનાવીને સુખે કરી ઘેર પહોંચજે. અને હવેથી ધને પાર્જનને વ્યવસાય છેડી દેજે. વળી હે ભાઈ ! મારાં માણસો તમને જે રસ્તો બતાવે, તે રસ્તે જ ચાલ્યા જજે, તેથી વીરપુર આવશે અને ત્યાં તમારા સાથ વિગેરેની તપાસ કરે છે તે સાથે ત્યાં ગયે હશે, તે તે તમને મલશે? એમ
જ્હી તે રસનું તુ બડુ આપી, ગુણધરને પોતાના સેવકેની સાથે ઘેર જવા રજા આપી પછી રસ્તામાં ચાલતાં ચાલતાં તે પશ્વિપતિના સૌજન્યને તથા પરોપકારને અત્યંત સંભાળ તે ગુણધર, અનુક્રમે વીરપુર આવ્યું. પછી ત્યાં સુમિત્ર વગેરેના તપાસ માટે કઈ એક છશેઠનામે વાણિયે હતું, તેને ત્યાં ઉતર્યો. અને ત્યા સુખે કરી રહ્યો અને પછી પિતાના મિત્ર સુમિત્ર પ્રમુખ સથવારાને તથા માલનાં ગાડાઓની તપાસ કરવા લાગે. એક દિવસ ગુણધરને તે ગામના ચોકમાં સુધાથી જેનુ પેટ ઉડુ ગયું છે, તથા જેની સામું જોતાં સહુ કેઈન દયાજ આવે છે, જેના રુધિર તથા માસ સૂકાઈ ગયા છે. અને ઘેર ઘેર ભીખ માંગતે અને તે એક મિત્ર મળે. ત્યારે ગુણધરે તેને તુરત ખ્યો ત્યારે ગુણધરે તેને મોટા સાદથી બોલાવ્યો અને પૂછ્યું કે હે સુમિત્ર મને ઓળખે કે નહીં ? અને હે ભાઈ ! તુ મને ત્યા ઉબરાનાં ઝાડની નીચે જ સૂતે મૂકી ક્યાં પિબારા ગણી ગ 1 ત્યારે સુમિત્રે જાણ્યું જે અહો ! આ તે ગુણ ધર મળે ? હવે હું એને શે જવાબ આપીશ ? તથા તે તો શરીરમાં ઘણોજ તેજસ્વી તથા રુપવાનૂથ છે? એમ વિચારી કપટથી કહેવા લાગ્યું કે હે મિત્ર ગુણધર ! હું પણ તમને શોધતો હતો તેમાં તમે