________________
૨૦૮
તે સાંભળી ગામનાં સર્વ લેાક, તથા રાજા અત્યંત વિસ્મય પામી આમ તેમ જોવા લાગ્યાં. ત્યા તે અચાનક વનપાલકે આવી હાથ એડી વિનતિ કરી કે, મહારાજ ! આપણા નગરની ખહારના ઉદ્યાનને વિષે મૂત્તિમાન જાણે ધર્મજ હાય ન ુિ' ? એવા શ્રી સ્વયંવરનામેં મુનિ પધારેલ છે. વળી તેમને આજ પ્રાત કાલમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી તેમના ચરણારવિ દમા સ્નેહ કરી, કમલમાં જેમ ભ્રમરાએ લીન થાય તેમ દેવતાએ લીન થઇ જાય છે. માટે હું સ્વામિન્ ! તે ભગવાન જે વંદન કરવું, તથા તેઓ પાસેથી જે તત્ત્વજ્ઞાન લેવુ', તે આપને ચિત્ત છે. આવાં વચન સાભળી સુમ ગલરાજા અત્યંત હર્ષાયમાન થયા. કારણુ કે સદ્ધર્માંપદેશ લેવાની ઇચ્છા કરતે હતા, તેવામાં તે શ્રીસ્વયંવર મુનિના પધારવાના સમાચાર સાંભળ્યા ? હવે સુમગલરાજા ચાર પ્રકારના સૈન્ય સહિત તે ગુરુની પાસે આળ્યે, અને તેમની સ્તુતિ નમસ્કાર કરી ચેાગ્યસ્થાન પર બેઠા. ત્યારે કેવલી ભગવાને ધર્મોપદેશ દેવાના પ્રારંભ કર્યો કે હું લેકે ! અપાર અને ભયંકર એવા સસારરૂપ વનને વિષે સિદ્ધિની પ્રાપ્તિને ઈચ્છતા એવા પ્રાણીઓને શુદ્ધમા મલવેા ઘણાજ દુલ ભ છે, અને કુપથા તા ઘણાજ છે કે જે પથાને વિષે મેાહ પામેલા જીવેાને મેક્ષ ન મળતાં ઉલટું ભય કર એવું દુઃખ પ્રાપ્ત થાય છે. સંસાર ભયંકર દુખ રૂપ છે, દુઃખલક, તેમ દુઃખાનુ ખ ધી છે તે માટે હે ભવ્યજને ! સસારાટવીના કુમાર્ગના ત્યાગ કરી જેમાં સાધ ધર્મનું વન છે, જેમાં શત્રુ મિત્ર વિગેરે સર્વ પ્રાણીએ સમાન છે, જે માને કેવલજ્ઞાની તી કર ભગવાને મેક્ષ મા કહ્યો છે, એવા તે શુદ્ધ અને સારા માર્ગોમાં ચાલવા પ્રવૃત્ત થાશે. शुद्ध મામા ચાલવાથી તમેાને પરમ નિર્વાણુરૂપ નગર પણ જલદી ઉપલબ્ધ થાય ?
આ પ્રકારની ગુરુના મુખથી દેશના સાભળી સુમંગલરાજાએ વિચાર્યુ કે મારા મત્રીના કહેવા પ્રમાણે આ ધર્મોપદેશ સૌંસાર વ્યવહારના નિષેધકારક છે માટે આ ઉપદેશજ ગ્રતુણુ કરવે, એમ નિણ ય કરી તે કેવલીને વિનંતિ કરી કહેવા લાગ્યા કે હે ભગવાન । આપના આ હાલ કહેલાં વચન મે... સવ સ્વીકાર્યા, પ્રતીત્યા, જાણ્યા. વળી તે વચનેથી મેં જાણ્યું પણ છે, કે આ જે લૌકિક દેવ છે, તે રાગદ્વેષાદિકે કરી દૂષિત છે, તે દેવા, સ્ત્રી, શસ્ત્ર, ગીત, રાગ, દ્વેષ, છળ પ્રમુખે કરી અમારી જેવાજ છે. તે તે દેવ એકાંતે અમારા કેમ હિતકારી હાય ? અને તેવાજ દેવને દેવ કરી માનવાના ઉપદેશ કરનારા કુગુરુના કહેલા ધમપણુ મેાક્ષશ્રી મેળવવામાં કેમ સમથ થાય ? ના નજ થાય. તે માટે આપે કહેલા શ્રીજિનેશ્વરપ્રણીત મા છે, તેજ મારે પ્રમાણ છે. મારે તા જેમ મારું સારું થાય, તેમજ કરવું ઉચિત છે. એમ વિચારી તે ગુરુને કહેવા લાગ્યા કે હે પ્રભુ ! હુ તે હવે આપની પાસેથી ચારિત્ર ગ્રડુણુ કરવાની ઇચ્છા કરું છું, માટે કૃપા કરી મને ચારિત્ર આપે. ત્યારે મુનિ ખેલ્યા કે હું રાજન્' આ તે તમે બહુજ સારૂ ધાર્યું ? પછી તે રાજાએ તત્કાલ પેાતાને ઘેર આવીને પ્રશસ્ત એવા મુહૂતને વિષે પેાતાના જ્યેષ્ઠ પુત્ર કનવજ કુમારને રાજ્યગાદી ૫૨ બેસાડી સામત, આમાત્ય, તેણે સહિત મોટા મહાત્સવથી
t
શ્રીસ્વય વગુરુની પાસે જઈ
-