________________
૨૭
તેઓની આખા વિશ્વમાં ઘણીજ કીતિ થઈ અને તે બને કુમારે નઢા એવી તિપિતાની સ્ત્રીઓની સાથે જેમ સુર કુમાર અપ્સરાઓ સાથે ક્રીડા કરે, તેમ ફીડા કરવા લાગ્યા. પછી તે બન્ને કુમાના ગુણોથી આકૃષ્ટચિતવાળી એવી ઘણું કન્યાઓ દૂરદેશથી આવી. આવી રીતે તે બને કુમારમાં એકેકાને પાંચ પાચ સ્ત્રીઓ સાથે વિવાહ થયો. અર્થાત એકેક ભાઈને પાચસો પાંચસે સ્ત્રીઓ થઈ વળી ભરતાદ્ધના રાજાઓએ તેને હય, ગજ વિગેરે ભેટ મોકલાવી આપી. આ પ્રમાણે મડાપ્રતાપી એવા તે બન્ને ભાઈઓ ત્યાંજ રહીને અનેક ભેગો ભેગવે છે. એક દિવસ પિતાના પ્રતાપથી જેને અનેક રાજાઓ નમે છે, તથા જેને સ્ત્રીઓ તથા સંપત્તિ પણ ઘણીજ છે, એવા પિતાના અને પુત્રને જોઈને સુમંગલરાજા વિસ્મય પામી ગયે. અને પ્રાતઃકાલે ચિત્તમાં ચિંતવવા લાગે કે અહે ! આ મારા પુત્રોનું
તે પૂર્વોપાર્જિત પુણ્ય અગણ્ય દેખાય છે, કારણ કે તેના સર્વે ભૂચર રાજાઓ તથા ખેચર - રાજાઓ ભૂત્ય થઈને રહ્યા છે. વળી આવી સર્વ સંપત્તિ જે છે તે કાંઈ, જીવને કઈ દિવસ
પૂર્વીકૃતપુણ્ય વિના મળતી નથી. આવા મહર અને મહાપુણ્યશાળી જેને પુત્રો છે, તથા સંસારના સર્વ ભેગ જેણે ભેગવ્યા છે એ જે હું તે મારે હવે કાંઈક પરલકને માટે સાધન કરવું, તેજ ઉચિત છે, પરંતુ તે પરલેનું સાધન તે સદ્ધર્મના સેવન વિના થતું જ નથી. ધર્મને માર્ગ કલ્યાણ માટે લેવા ઈચ્છે છે, તેમાં કદાચિત્ અજ્ઞાનને લીધે મનુષ્યથી કઈક અતિકવાદીને ઉપદેશ લેવાઈ જાય, તો તેને મિક્ષ કે તે દૂર રહ્યો, પરંતુ તે બિચારાને ઉલટે નરકપાત થાય? એમ વિચાર કરી તે સુમંગલ રાજા પિતાના અતિસુંદરનામે પ્રધાનને પૂછે છે, કે હે મલ્ટિન ! મારી મક્ષિકારક, એવા ધર્મના આરાધનની ઈચ્છા થઈ છે, પરંતુ આ જગતમાં પાખડી ધર્મ ઘણું છે અને હું તે બાબતમાં અવિજ્ઞાત છું, તેથી ધર્મોપદેશને બદલે કે એક પાખંડીથી કદાચિત્ મને અલીકશાસ્ત્રનો ઉપદેશ થઈ જાય, તે મારે ધર્માચરણ કરવાને બદલે અધર્માચરણ થઈ જાય, તે પછી મેક્ષપ્રાપ્તિ તે દૂર રહી પરંતુ તેને બદલે મારે નરકપાત થઈ જાય, તે પછી હું શું કરું? આવાં સ્મગલરાજાનાં ધમસ્તિકપણાનાં વચન સાંભળી તે મંત્રી છે કે, હે પ્રભો ! આપને જે ધર્મારાધન કરવું, તે વિષે મારે મત તે એ છે, કે આપ સી કેઈ ધર્મવાલાને ધર્મોપદેશ સાંભળ તેમાં વળી જે ધર્મોપદેશમાં સંસારવ્યવહાર અને વિષયભેગ તેની વાત ન આવે, તે ધર્મોપદેશને ઉત્તમ જાણું તેનો અંગીકાર કરે. અને આરાધન પણ તે ઉપદેશમાં કહેલા ધર્મનું જ કરવું, તેથી જે આપે ધારેલું ફલ છે, તે મલશે? અને જે ધર્મોપદેશમાં સંસાર સંસારવ્યવહાર તથા વિષયની વાર્તાઓ આવે, તે ધર્મોપદેશનો ત્યાગ કરે. કારણ કે તે ઉપદેશથી ધર્માચરણ કરનારને નરકપાત જ થાય છે, આ પ્રકારનું મંત્રીનું વચન સાંભળી રાજા અત્યંત ઉત્સાહ પાપે, અને વળી મનમાં દઢીકરણ કર્યું કે જેમાં આ મંત્રી કહે છે. તેમજ કરવું. એમ નિશ્ચય કરી લેવામાં પિતાની સભામાં જઈ બેઠે, તેવામાં તે આકાશમાં માટે દેવને કરેલા દુંદુભિને શબ્દ થવા લાગ્યા, તથા જયજય શબ્દ પણ થવા લાગે.