________________
૨૦૨ ધ્યાનમાં તત્પર ' નાસાગ્રની પર કરી છે. દષ્ટિ જેણે એવા, કેઈ એક મુનીશ્વરને ' દીઠા. ત્યારે તે અત્યંત પ્રસન્ન થઈ ત્યા જઈ તે પિતાને ઘટે તેવા સ્થાન પર બેઠે. ત્યારે તેને ધર્મલાભ દઈ મુનિએ પણ દેશના આપી આત્માને જાગ્રત કર્યો.
પવિત્ર મુનિવરની પ્રેરણાત્મક દેશના સાંભળી સંવેગરંગરગિત એતે ગિરિસ દર કુમાર તે મુનિને પ્રણામ કરી હાથ જોડી કહેવા લાગ્યો કે હે ભગવન ! આટલા દિવસ સુધી તો હું મેહનિદ્રામાં ઘેરાઈને સૂઈજ રહ્યો હતો, પરંતુ હાલમાં તે આપે મને તે મેહનિદ્રાથી જાગ્રત કર્યો છે. તેથી હું મારા રાજ્યવગેરેની ખટપટ, મારા ભાઈ રતનસારને અથવા મારા પુત્રને સેપીને જયનંદનનામે સૂરીશ્વરની પાસે જઈ પ્રવજ્યા ગ્રડણ કરીશ. એમ કહી મુનિને પ્રણામ કરી ઉત્સાહિત થ થકે પિતાને ઘેર આવ્યું. અને પિતાને મુનિસમાગમમાં બનેલી જે કાઈ હકિક્ત હતી તે રત્નસાર કુમારને કહી આપી. તે સાભળી સંવેગરસયુક્ત એ તે રત્નસાર કુમાર બે કે અહો ! હે બાંધવ! જે મૂઠ નર હોય છે, તે પિતાના સુકૃત કાર્ય કરવામાં આલસ કરી બેસે છે, કે અહો! આપણે સ સાર છેડી દીક્ષા લઈએ તે ખરા પણ તે સંયમમાં આપણુથી આવાં મનહર વિષયસુખ છેડી કેમ રહેવાય? કારણ કે તે વિષય સુખ સંયમપણમાં તે મલે જ નહીં. અને હે ભાઈ! આપણે પણ જે શ્રામય સુખ છે, તે ઉત્તમ છે. એમાં પ્રતિદિન કહીએ તે છીએ પરંતુ તે પૂર્વોક્ત અજ્ઞાનીની પેઠે આ અસારસંસારના સુખલવને વિષે લેભ પામી આપણે આ બંદીખાના જેવા ગૃહથી નીકળતા નથી. માટે હવે તે આપણને ગૃડમાં એક ક્ષણ વાર પણ રહેવું,
ગ્ય નથી. અહે! હે બાંધવ! તે ગ્રામદિકેને પણ ધન્ય છે, કે જે પ્રામાદિકેને વિષે શ્રીજયનંદનસૂરિ વિચરતા હશે? અરે! સૂરીન્દ્રના દર્શન આપણને ક્યારે થશે? એમ તે સંસારની અનિત્યભાવના ભાવે છે ત્યાર પછી તે બન્ને જણ, જયનંદસૂરિના આગમનની ઇચ્છા કરી બેઠા છે. તેવામાં તે પિતાને વાલકે આવી વિનતિ કરી કે - હે પ્રભ જેનું નામ સાંભળતાં અત્યંત ઉલ્લાસ થાય, એવા શ્રીજયનંદનનામે મુની અહી આપણું ઉદ્યાનમાં પ્રભાતે પધારેલા છે. આ પ્રકારના વચન સાંભળી તે ગિરિસુ દર રાજા તથા રત્નસાર અત્યંત આન દિત થઈ ગયા. અને તે આનંદાવિર્ભાવથી સસ ભ્રમચિત થઈ પિતાના સુવર્ણ સિંહાસનથી નીચે ઉતરીને સાત આઠ પગલા તે વનપાલકની સમીપ ગયા. અને જે દિશામા શ્રીજયનંદન મુનીદ્ર પધારેલા છે, તે દિશા પ્રત્યે નમન કરી તે મુનીંદ્રના આવવાની વિધામણ આપનારા વનપાલકને અગણિત દ્રવ્યનું દાન આપ્યું. પછી મોટા આડંબરે તે બન્ને ભાઈઓ, ગુરુની સમીપ આવીને ત્રણ પ્રદક્ષિણા કરી પરમઆન દે કરી નમન કરી ગ્ય સ્થાનક પર બેઠા ત્યારે શ્રીજયનંદનસૂરીએ દેશના દેવાને પ્રારંભ કર્યો. કે -
ભયજને દુર્લભ એવા આ મનુષ્યજન્મને પ્રાપ્ત થયેલા વિવેકી પ્રાણીઓએ તે જિનધર્મના આચરણને વિષે જરુર પ્રયત્ન કરો. કારણ કે આ જિન ધર્મ જે છે, તે પિતા, માતા, બાધવ, સુદ્ધ, સ્વામી, સારો અનુચર, સાદી સ્ત્રી, તેથી પણ વધારે સુખદાયક છે,