________________
પાછો પિતાના ભાઈ પાસે આવે, અને બને જમવા માટે ઉત્તમ જળાશયવાળા સ્થાનને શૈધતા શેધતા ચાલવા લાગ્યા. જ્યાં ડેક દૂર જાય, ત્યાં તે તે ગામની નજીકમાં એક મનહર વન આવ્યું, તે વનને જોઈને બન્ને ભાઈઓ કહેવા લાગ્યા કે આપણે આ વનમાં જઈ ભેજન કરીએ, જેવા ભેજન કરવા બેઠા તેવામાં વય અને શંબરે ગ્લાનિને પ્રાપ્ત થયાં છે ગાત્રો જેના તથા માસોપવાસ કરી પાણી માટે ભાત પાણી વહોરવા માટે તેજ નગરમાં જતાં એક મુનિને દૂરથી જોયા. તેમને જોઈને આનંદ થયે, અહો મરુદેશમાં - જેમ સુરતનાં દર્શન થાય, અને ભિખારીને ઘરમાં જેમ નિધાનનાં દર્શન થાય, તેમ આપણને આવા જંગલમાં મધ્યાહ્નકાલે મનહર એવા મુનિના દર્શન થયાં? એવી ભાવના ભાવીને તે મુનિને પારણા માટે આદરથી આમત્રણ કરી બોલાવ્યા, અને પછી ભક્તિભાવથી જે કદઈને ત્યાંથી લાવેલા માલપૂડા વગેરે અન્નથી તે મુનિને પડિલાલ્યા કહ્યું છે, કે વાત્સલ્યથી, યેગ્યપણાથી, પરિજ્ઞાનથી, ઔદાર્યથી અને ધર્માસ્તિwથી. આ પાચ રીતથી આપેલું દાન આપનાર માણસને અત્યંત ફલદાયક થાય છે. હવે જે વખતે મુનિને દાન આપ્યું, તે વખતે વનને વિષે યક્ષનું પૂજન કરવા માટે તે નગરના રાજાની દ્વિસુંદરી અને બુદ્ધિસુંદરી નામે બે કન્યાઓ આવી હતી, તેણે તે જોઈને અત્યંત હર્ષાયમાન થઈ એવી તે કન્યાઓ બેલી કે હે પાથજને ! વાહ, વાહ ! તમેએ એ દાન જે દીધુ, તે
ખ્ય પાત્રને જ દીધુ છે, તેથી તમે તમારા મનુષ્યજન્મનું સાફલ્ય કર્યું છે, તથા તે દાન આપી તમે તમારા હાથને પણ સુલક્ષણ યુક્ત કર્યા છે, કારણ કે જે હાથે આ જંગલને વિષે તમે એ જંગમ ક૯પતા સમાન મુનિને ભક્તિભાવથી અન્ન વહરાવ્યું છે, વળી હે પુણ્યકારક ! આવા ઉત્તમ દાનથી તમારા સર્વ પાપને પ્રલય થઈ ગયા, તથા તમે એ સ્વર્ગનાં સુખ પણ સ પાદાન કર્યા. કારણ કે જે લક્ષ્મીથી સુપાત્રમાં દાન દેવાતુ નથી, તે કદાચિત્ લક્ષ્મી ઘણું હોય, તે પણ શા કામની ? આ પ્રમાણે તેઓએ દીધેલા દાનની પ્રશંસા કરી બન્ને કન્યાઓ ઘેર ગઈ આવી રીતે શ્રદ્ધાથી દાન દેનારા તે વંધ્ય શંબરે તથા તે દાનને અનુમોદન કરનારી એવી તે બને કન્યાઓએ દૃઢ એવું પુણ્ય ઉપાર્જન કર્યું. અર્થાત્ એ ચારે જણાએ પ્રૌઢ એવું પુણ્ય ઉપાર્જન કર્યું. જે દાનને દેતી વખતે પ્રથમ તે દાન દેનારની ચક્ષુમા હર્ષે કરી તત્કાળ જળ ભરાઈ આવે બીજું વળી દાન દેનાર માણસની દાન દેતી વખતે સર્વ રેમરાજિ વિકશ્વર થાય, ત્રીજું દાન દેનાર વહારવા આવેલા મુનિને જોઈ તે મુનિનું માન કરે કે અહીં મુનિરાજ ! પધારો, પધારે. ચોથુ દાન દેનાર મનુષ્ય દાન આપીને વહોરવા આવેલા મુનિને અત્યંત મીઠાં વચન કહે કે, હે મુનિવર્ય ! આ દાન લઈ આપે મારી ઉપર ઉપકાર કર્યો, અને મને કૃતાર્થ કર્યો પાચમુ જે દાન દેતે હોય, તેની અનુમોદના કરે કે અહે ધન્ય છે તમને ? જે આ પ્રકારે ઉત્તમ પાત્ર જોઈ દાન આપે છે ? આ પાંચ વાનાં તે દાનનાં ભૂષણ છે.