________________
કે હે મિત્ર ' હા, અમારા માતા પિતાથી જુદા પડયાં અમને ઘણા દિવસ થઈ ગયા છે, તેથી હવે તેમની સેવા કરવા માટે અમે અમારે ગામ જઈશું ! આવાં વચન સાંભળી મહસેન બે કે હે પરાક્રમી મિત્ર ' હું તે આપને તાબેદાર સેવક છું, માટે કૃપા કરી આપે જે મને રાજ્ય આપ્યું, તે હુ અંગીકાર કરું છું. પરંતુ મારાથી આપને વિગ સહન નહિ થાય ? પર તુ શુ કરું, જે બન્યું તે ખરું? અને મિત્ર આપે મને જે કાઈ શિખામણ આપી છે, તે જ પ્રમાણે હ વક્વિંશ, તેની કઈ પણ ચિંતા રાખશે નહિ.
હવે તે ગિરિસુ દર તથા રત્નસાર એ બને ભાઈએ પિતાની સાથે લઈ જવા માટે કેટલુંક સૈન્ય તૈયાર કરી ગાધારપુરથી પિતાના દેશ તરફ જવા નીકળ્યા. માર્ગમાં ચાલતાં ચાલતા જે જે દેશ ગામ વિગેરે આવે છે, ને તે દેશ ગામ વગેરેના રાજાઓ બને જણનું પૂજન કરે છે. અને રસ્તામાં ચાલતા એવા તે બન્નેના વિમાનમાં બેસી આકાશમાં રહેલા એવા વિદ્યાધર તથા દેવતાઓ દર્શન કર્યા કરે છે. એવી રીતે તે બને ભાઈ ગામ, આરામ, નદી, પર્વત, તેને જોતા જોતા અનુક્રમે પિતાના પંદ્ર દેશમાં આવ્યા, અને ત્યાંથી વળી શેભાથી મનહર શ્રેષ્ઠ છે પુરજને જેમાં એવા પંઢનગરમાં આવ્યા. હવે કોઈ માણસના મુખથી ઘણા દિવસથી જુદા પડેલ્લા એવા ગિરિસુંદર તથા રત્નસારના ત્રાદ્ધિસહિત આવવાના સમાચાર સાંભળી, અત્યંત હર્ષાયમાન થઈ શતબલનામે યુવરાજ સહિત શ્રી બલરાજા મેટા આડંબરથી તે પિતાના પુત્રોને મળવા માટે આવ્યા. અને ત્યાં તે બન્ને રાજા પુત્રોને પિતાથી પણ વધારે સંપત્તિ લઈ આવેલા જોઈને મનમાં ઘણું જ આશ્ચર્ય પામ્યા, અને તેઓની પ્રશંસા કરવા લાગ્યા કે અહિ હે પુત્રો ! તમેએ અમારા કુળને ઘણું જ દીપાવ્યું છે, અને તમારા જેવા પુત્રો તે કેઈકે અમારા જેવા ભાગ્યશાળી પુરુષ હશે, તેને જ હશે ? એમ તેમની પ્રશંસા કરી પછી તે બને પુત્રોએ પિતાના પિતાને સાષ્ટાંગ નમન કર્યું. ત્યારે તે પિતાએ પિતાના પુત્રોનું દઢ આલિંગન કર્યું. તે વખતે મેટા એવા માંગલિક તૂના ઘેષ, ગીત, નૃત્ય, તેણે કરી સુંદર અને સર્વજનના મનને વિસ્મય પમાડે, એવી વધાઈ પ્રવૃત્તવા લાગી. અને તે પુત્રોને જોઈ પુરના રહેવાસી આબાલવૃદ્ધ પર્યત સર્વજન અનિર્વચનીય એવા આન દકંદને પ્રાપ્ત થયાં. અને પછી સર્વલક સહિત શ્રી બવ રાજાએ વાજતે ગાજતે તે પુત્રોને પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી તે બેઉ કુમાર, પિતાને ઘેર જઈ પિત પિતાની માતાઓને મલ્યા, અને નમન કર્યું, અને ઘણા દિવસ સુધી જુદા પડવાથી તેની માતાઓને પુત્રવિયોગજન્ય જે દુખ હતુ, તે સર્વ અનેક વાર્તાઓથી નષ્ટ કર્યું. પછી શ્રીબલ રાજાએ અવકાશ જોઈ પિતાના પુત્ર ગિરિમુંદરને પૂછ્યું કે હે પરાક્રમી પુત્ર! જે તું અમને કહ્યા વિના તત્કાલ આપણુ ગામના કન્યા પ્રમુખને હરણ કરનારા દુષ્ટ પ્રબલ ચારનો પરાજ્ય કરવા ગયો હતો, તે ચેર તને કયે ઠેકાણે હસ્તગત થયો? તથા તેને તે કેવી રીતે નાશ
૫ ૨૫