________________
૧૮૯
નગરને તથા દેશને ઉજજડ કરી હું એકલેજ આનંદ પામી રહું છું અને આ ગામની આસપાસની અટવીમાં હું યથેચ્છારૂપ ધારણ કરી ફર્યા કરું છું અને આ રાજમહેલમાં પ્રતિદિન રાત્રે આવું છું. વળી હું પ્રતિદિન જેમ આવું છું તેમ આ મહેલ તરફ અવિલે હતું, ત્યા આવતા આવતા તમને જ્યારે દૂરથી દીઠા, ત્યારે તે મને ઘણોજ ફોધ ચંડ્યો હતું, પરંતુ જ્યાં હું તમારી નિકટ આવ્યો, ત્યાં તે તમારા પ્રતાપથી કે કેણ જાણે શા કારણથી મારો ફોધ સ્વત. તદ્દન ઉતરી જ ગયે, અને મારું ચિત્ત પણ શાંત થઈ ગયું. હે કુમાર ! આ પ્રમાણે મારું જે કાઈ વૃત્તાત હતુ, તે સર્વ મેં સવિસ્તર કહી સંભળાવ્યુ.
હવે હે મહાસત્ત્વ' હું તે તારુ આવુ મહાભાગ્યશાળીપણું જોઈ અત્ય ત સ તુષ્ટ થયો છું. તેથી મારી પાસેથી જે કાંઈ તારે વરદાન લેવાની ઈચછા હોય, તે માગ. કારણ કે અમાવા જેવાનું દર્શન, કેઈપણ દિવસ નિરર્થક થતું નથી. તે સાંભળી કુમાર બે કે હે દેવ ! અમને તમારું દુર્લભ એવું દર્શન થયુ, તેથી સર્વ કાંઈ મલી ચૂકયું છે. કારણ કે આપ જેવા દેવના અમારા જેવા મનુષ્યને દર્શન જ ક્યાંથી થાય છે તથાપિ જે મારી પર કૃપા લાવી તમારે મને જરૂર વરદાન દેવાની ઈચ્છા હોય તે હું એક વરદાન માગુ છું, કે હાલ જે આ નગર તમોએ ઉપદ્રવ કરી ઉજજડ કરી દીધેલું છે, તે પાછું વસાવી આપે. કદાચિત તમે એમ જાણશે કે જે કાર્યો અમે દેવતાએ કેપ ચડાવ બગડ્યું, તે કાર્ય પાછુ સારુ કરિયે તો અમારા જેવાને કેપ થવાનું ફળ શું? તો ત્યાં કહું છું, કે જે દેવ અથવા મનુષ્ય પ્રથમ ક્રોધ ચડાવીને કાર્ય બગાડે છે, અને પાછા વળી પ્રસન્ન થઈ તેજ કાર્યને સુધારે છે. તો તે કોવ કરનારને પણ શાસ્ત્રમાં ઉત્તમ કહેલા છે. તે વચન સાભળી યક્ષ બોલ્યો કે હે કુમાર ! જે તું આ નગર વસાવાની ઈચ્છા ધરાવતા હો, તે આ નગરને રાજા તારે જ થવું પડશે, કારણ કે આ ગામની રાજ્ય ગાદી પર કઈ દિવસ હું તારા સિવાય બીજા કેઈ પણ મનુષ્યને બેસવા દઈશ નહિ. કારણ કે બીજાને રાજગાદી આપવાથી મને સંતોષ થાય નહિં. અને વળી હું અવધિજ્ઞાનથી તારે પણ સર્વ વ્યતિકર જાણું છું. તે સાંભળ.
જો તું ચોરને પકડવા નિકળી ગયેલા તારા મિત્ર ગિરિવ્યુ દર કુમારને શોધવા માટે નીકળ્યો છે, તો તે પણ હે ભાઈ! તને એક માસની અ દર અહી જ મળશે? એવુ વચન સાભળી પરમ પ્રમોદથી કુમારે યક્ષનું તે ગામના રાજ્યસન પર બેસવારૂપ વચન અંગીકાર કર્યું. તેથી યક્ષ પણ ખુશી થઈ અદશ્ય થઈ ગયે. તેવામાં તે હે પાથજનો, હું જાગી ગયે. અને પિતે રાજકુમારને કહ્યું કે હે ભાઈ ! તમે ઘણું જ જાગ્યા, માટે હવે હું જાણું છું, અને તમે સુઈ જાઓ, ત્યારે તે ડી વાર સૂતે અને તુરત જાગે, ત્યાં તે પ્રભાત કાલ થઈ ગો હવે પ્રભાતમા તે યો પૂર્વે એ નગરમાં જે સામત આમાત્ય વગેરે રહેતા હતા, તેના પુત્ર પ્રમુખ સર્વને જે બનેલી વાત હતી તે કહી ત્યા મોકલ્યા. પછી તે સર્વ મન્દમત્તએ હાથી, ખુરાધાત કરતા અને અતિ ચલ એવા અશ્વો, તેણે