________________
૧૮૮
સારું થશે નહિ? માટે દયાથી અથવા મનુષ્યહત્યાના પાપભયથી મને ચેષ્ઠભાઈ જાણવાથી, વા જગતમાં થતા અપવાદના ભયથી, યા કેઈ પણ કારણથી જે તુ મને જીવતે છોડી દઈશ, તે નિચે તારૂ આ લેકમાં અને પરલોકમાં સારું જ થશે ! હે અજ્ઞાની ! વળી તારા મનમાં તારે કયારે એમ પણ નહિ જાણવું જે હાલ આ મારા ભાઈને મે મારવા માટે બાધી મગાવ્યું, અને હવે જે તેને હું જીવતો છે, તે તે મારી પર દ્વેષ રાખી કઈ પણ રીતે મારે ઘાટ ઘડાવી નાખે, અને પાછા આ રાજ્યને ધણી થાય તો તે વિચાર તારે સ્વપ્નમાં પણ લાવ નથી. કારણ કે હે ભાઈ ! જે તું મને જીવતે છેડી દઈશ, તો હુ આપણા પિતાની જેમ તાપસી દીક્ષા ગ્રહણ કરી મારા જીવન સાર્થક કરીશ ! અને સર્વથા આ તારા રાજ્યમાં કે દેશમાં હું રહીશજ નહિ. એમ ઘણી રીતે સમજાવ્યું, તો પણ તે પાપાસક્ત પ્રાણીએ તેનું કોઈ પણ માન્યું નહિ, તેમ વળી તેને બિચારાને બ ધનમુક્ત પણ કર્યો નહિ ત્યારે તે રતિચદ્ર રાજાએ વિચાર્યું કે આ પાપીના હાથથી ભરી તે અજ્ઞાનીને જગતના બ્રાતૃહત્યાના અપવાદમાં નાખવે, તે કરતાં કંઈ પણ રીતે પિતાની જાતે જ મરવું, તે સારું ? એમ વિચારી તે કીર્તાિચકને કહે છે કે હે ભ્રાત! આટલું કહેતાં પણ તારામાં સ્વાર્થીપણુ તથા અજ્ઞાનપણુ હેવ થી તને તો આખા જગતમાં આપણી સાત પેઢીને કલાક લાગે એવુ તથા પરભવને વિષે અનેક દુખદ યક, એવા આ મનુષ્ય હત્યારૂપ પાપકર્મથી નિવૃત્ત થવું ગમતુ જ નથી, તે પણ તું મારો ભાઈ છે, તેથી મને તારી દયા આવે છે, કે અરે ! આ બીચારાની મને મારવાથી આખા જગતમાં ઘણી જ અપકીર્તિ થશે તથા પલેકમાં દુખી થશે? માટે હે ભાઈ ! હું તને જેમ કહે તેમ તુ કર કે જે. એક કાર્ડની ચિંતા કરાવ તેમાં હું તમે સહુ દેખે તેમ બળી મરું 1 આમ કરવાથી જગતમાં તારો અપયશ થતે મટશે અને તારું ધારેલું કાર્ય પાર પડશે ? તે વચન સાભળી કીર્તિ ચકે વિચાર્યું કે અહો ! આ તે એણે ઠીક કહ્યું, કારણ કે જ્યારે તે પોતાની મેળેજ અગ્નિમાં પડી બળી મળશે, ત્યારે મારું રાજ્ય નિ કંટક થશે ? તથા એના કહેવા પ્રમાણે જગતમાં થતો અપયશ પણ મટશે? એમ વિચારી તેણે તત્કાલ એક કાષ્ઠની ચિતા રચાવી. ત્યારે તે રતિચંદ્ર રાજા, પિતાની સ્ત્રી સહિત તે ચિત્તામાં જઈ બેઠે પછી દુષ્ટ એવા તે કીર્તિચર ચિતાની ચોતરફ પ્રલયાગ્નિ સમાન અગ્નિ પ્રજવલિત કર્યો તેથી તે તિચદ્ર રાજા અગ્નિમાં બળી આર્તધ્યાનથી મરણ પામી, ભૂતરમણ નામે યક્ષ થો હવે તે યક્ષ કહે છે કે હે રાજકુમાર ' અગ્નિમાં બળી મરણ પામી જે રતિચંદ્ર રાજ યક્ષ થા, તે હું પિતેજ છુ. આ યક્ષપણામાં રાધિતાને કરી મારા પૂર્વજન્મનો સર્વે વ્યનિકર જાણું આત્ય ત તે કાર્તિચંદ્ર પર કે પાયમાન થઈ, મેં મત્રિ વિગેરે જે આ પૃથ્વીના સ્થાનિક જનો હતા, તેને એકદમ દેશમાં ફેકી દીધા. એ પ્રકારના મારા કરેલા ઉપદ્રવને જોઈને ભય પામેલે એ તે કીર્તિચંદ્ર રાજ પણ કોણ જાણે કયા પલાયન થઈ ગયા છે અને તેમજ વળી સર્વ પ્રા પણ એક પછી એક ભયભીત થઈ પલાયન થઈ ગઈ છે આ પ્રમાણે આખા