________________
૧૮૬ જ્યારે તું મને ગ્રહણ કરીને મારૂ જ ભક્ષણ કરી જા ત્યારે થાય. તે સિવાય થાય તેમ ભાસતુ નથી. માટે હે ભાઈ ! તું મારૂ જ ભક્ષણ કરી જા. આ મનુષ્યને અવતાર ધારણ કરીને જે પુરૂષે જે શરણ આવેલા જીવનું રક્ષણ ન કર્યું, તે તે પુરૂ ના જીવવાથી પણ શુ ? તથા તેના ધનથી પણ શુ ? અને વળી તેના પુરુષાર્થથી પણ શુ ? અર્થાત જે મનુષ્ય શરણાગત જીવની રક્ષા કરતું નથી. તે મનુષ્યનું જીવતર ધન અને પુરુષાર્થ. તે સર્વ વર્થ જ છે. એમ જાણવુ વળી જગતમાં જે મતિમાન જ છે, તે શાસ્ત્રના બે માટે, ધનને સત્પાત્રને દાન દેવા માટે, જીવિતવ્યને ધર્મને માટે, અને શરીરને પરોપકાર માટેજ ધારણ કરે છે વળી સમુદ્ર જે છે તે પિતાનામાં રહેલા રત્નોથી સ્વાર્થ શું સાધે છે? તથા મલયાચલ પિતાની પર રહેલા અગચંદનના વૃક્ષેથી સ્વાર્થ શુ સાધે છે ? કંઈ નહિ. અથાત્ સમુદ્ર રત્નને, વિ દયાચલ હસ્તીઓને, અને મલયાચલ ચંદનના વૃક્ષોને, પરોપકાર માટે પોતાની પાસે રાખે છે માટે સજજનજનની પ્રવૃત્તિ તે પરોપકાર માટે જ હોય છે, આ પ્રમાણે સિહનું અને રાજકુવરનુ પરસ્પર બેસવું ઘણું જ થયું, અને કઈ પણ રીતે જ્યારે મને સિંહને ન લેંગે, ત્યારે તે સિ હે કુમારને નિશ્ચય જાણ્યું કે આ કુમાર કેઈ પણ રીતે મને આ સૂતેલો પુરુષ આપશેજ નહિં એમ જાણું પ્રસન્ન થઈ તે બેભે કે અહ! તને અને તારી શરણાગત વત્સલતાને પણ ધન્ય છે? હું વિજ્ઞાની ! જે આ પરોપકાર કરે, તે સુજ્ઞજનને મુખ્ય ગુણ છે. અને હું કુમાર ! ધનવાન એ પણ જન છે, તે તે વૈભવ હોવા છતાં પણ કેઈ યાચકજનને તથા બીજા કેઈ પણ જનને એક ફૂટી કેડી સૂધ આપતું નથી તથા જીર્ણ એવા તીર્થોને ઉદ્વાર પણ કરતે નથી અને તે કઈ જીવને થયેલા વ્યાધિને પણ ટાલ નથી, તેમ પિતે પણ શરીરસુખને ભેગવતો નથી. અને નિર્ધન એવા ઉદારમતવાલા જે મનુષ્ય છે, તે પિતાના શરીરને પણ ત્યાગ કરી સ્વકીય કુલને દીપાવે છે તેથી આવા પાપકારરુપ ગુણેથી હું તારી પર સ તુષ્ટ થયેલો છું માટે હે ભાઈ ! તારે જે કઈ મોભી ટ હોય, તે માગ તું જે માગીશ, તે હું આપીશ? તે સાભળી કુમાર છે કે હે પંચાનન ! એક મને સશય થાય છે, કે તમે સિંહ થઈને આવી મનુષ્યની ભાષા બોલે છે, તેથી તમે સિંહ છે, કે બીજા કેણુ છે? તે સાંભળી સિંહ બોલ્યા કે હે મિત્ર ! હું તો આ દેશનો દેવ છું. ત્યારે કુમાર કહે છે, કે અહે ત્યારે તે આશ્ચર્યની વાત છે, કે તમે આ દેશના દેવ છે, તે છતાં આ ગામ તથા દેશને ઉજ્જડ કેમ રાખે છે ? જે કઈ સાધારણ માણસ હોય છે, તે પણ પિતાનું નગર જે ઉજજડ થયેલું હોય, તો તેને વસાવે છે, તે તમારા જેવાને આ ઉજ્જડ નગર અને દેશ વસાવામાં શુ તકલીફ છે, કે જેથી વસાવતા નથી ? તે સાંભળી તુરત તે સિંહ પિતાના દેવસ્વરૂપને પ્રગટ કરી કહેવા લાગે, કે હે સુજન ! આ નગર તથા દેશ જે ઉજડ રહ્યા છે, તેનું વૃત્તાત જે બન્યુ છે, તે હું કહું છું તે સાભળ.
આ ગાંધારપુરનામે નગર છે અને આને રવિચદ્ર નામે રાજા હતું તેને રવિચંદ્ર અને
"