________________
૧૬૯ નેત્રને આનંદ કરનારી, ભદધિને તારનારી, કલ્યાણરુપવૃક્ષની મંજરી, સુશોભિત ધર્મ મહારાજાની નગરી, મોટી આપત્તિરૂપ લતાને વિષે અગ્નિ સરખી, હષધિયની તથા શુભપ્રભાવની લહરી, અને રાગદ્વેષી જે ચતુઃષાય તેને જીતનારી એવી જે શ્રી જિનપતિની પૂજા તે પ્રાણિમાત્રને શ્રેયસ્કારક થાય છે. વળી આ શ્રી જિનપતિની પૂજા જે છે તે ચિત્તને પવિત્ર કરે છે, ગાઢ એવા કર્મસમૂહને નાશ કરી સ્વર્ગને આપે છે. શિવસંપદાને પણ આપે છે પુણ્યદયને વિસ્તારે છે રુડા એવા સૌખ્યને આપે છે. માટે તે જિનપૂજન શું નથી આપતુ? અર્થાત્ સર્વ વસ્તુને આપે છે.
આ પ્રકારે અરિહંત ભગવાનની પૂજાનું સ્તવન કરીને તે બન્ને જણ પિતાના ઘર તરફ ચાલ્યા, તે રાજરસ્તામાં આવ્યા. ત્યાં તો તે બને જણનું સર્વ શરીર ધુળથી ખરડાયેલું છે, તાબુલનું ભક્ષણ કરવાથી જેના હેઠ લાલ થઈ ગયા છે, હાથ અને પગ જેના ખડીથી રંગેલા છે, કેવળ લગેટીજ જેણે પહેરી છે, જેના અને હાથ પાછળથી બાધેલા છે, આક્રોશ કરતા કેટલાક ઘતકારોની વચ્ચે તે ઘતકારથી લાકડી વગેરેથી હણાતા એવા કેઈ એક જુગારીને છે. તેને જોવાથી એકદમ ખેદ પામી પોત્તર રાજા બે કે અરે દુષ્ટ ! મારા રાજ્યમાં આ પ્રાણને આટલી બધી પીડા કેમ આપે છે? વળી તેને પીડા કરીને પલાયન પણ કેમ કરતા નથી અને તેની પછવાડે પડ્યા રહ્યા છે? એમ તેના મારનારાઓને કહીને તે જુગારીને પિતાની પાસે બોલાવીને મંગાવ્યો. ત્યારે તે તે મારનારા જુગારીઓ બેલ્યા કે મહારાજ ! આ દુષ્ટમાણસ પર આપને દયા લાવવા જેવું નથી ત્યારે પોત્તરે કહ્યું કે એ તે બેલે છે શું? આવા નિરપરાધી ગરીબ માણસને તમારા જેવા મારે તે તમને અમારે મારતાં અટકાવવા ન જોઈએ? તથા આ બીચારા પર દયા પણ ન આવે તે સાંભળી તે જુગારીઓ બેલ્યા કે હે રાજન ! આ ગામમાં એક નવ કરેડ દ્રવ્યને સ્વામી વરુણ શ્રેષ્ઠીનામે વૈશ્ય રહે છે, તેને આ પુત્ર
છે, તે ઘણેજ જુગારને વ્યસની છે. તેનાં માતા પિતા તેને જુગાર રમવાની ના કહે છે - તે પણ તે જુગાર રમવામાં અત્યાસક્ત હેવાથી બીલકુલ કેઈનું કહ્યું માનતો નથી અને પિતાના પિતાના ઘરમાથી સર્વ મિલકત ચેરી લઈને જુગારમાં હારી જાય છે, તે હવે પિતાના બાપની સર્વ મિલકત હારી ગો એવી ખબર પડી, ત્યારે તેણે પોતાના ઘરમાંથી કાઢી મૂકે છે, તે પણ હજી તે જુગાર રમવાને વ્યસનને છેડતો નથી જ્યારે તેની પાસે જરા પણ દ્રવ્ય રહ્યું નહિ ત્યારે તેણે જુગારમા એક “પણ” મૂકહ્યું, કે જે રમતમાં હારે તે હારનાર હાથ, પગ વગેરે અંગોને જીતનાર માસ લાકડી વગેરે ભાસે તેમ માર્યા કરે તેવી રીતે પણ આ સાત વાર હારી જઈ અપ્રમિત માર ખાધો તે વાતની જ્યારે તેના પિતાને ખબર પડી, ત્યારે પુત્રવાત્સલ્યથી તેને એકદમ ઘેર બેલાવી ઘણજ સમજા, તો પણ તે આ કામથી - વિરામ પામે નહિ. અને કદાચિત તે કાંઈ જે દ્રવ્ય જીવે છે, તો તે દ્રવ્યથી યથેચ્છાયે વેશ્યાઓની સાથે વિલાસ કરે છે પરંતુ તેની
પૃ૨૨