________________
૧૬૫ થશે અને તેમાં જૈનવમે વિષે ઘણી જ ચર્ચા ચાલી, તે સાંભળી બીજા ધર્મોને મિથ્યા માની ત્યાના રહેવાસી સર્વ બ્રાહ્મણ સાથે જિનધર્મને વિષે દહેરાગી થશે. હવે ગ્રામગામને વિષે વિહાર કરતા કેવલજ્ઞાને કરી ભારકર સમાન, સુર, અસુર, તેના નિકથી સેવન કર્યા છે ચરણકમલ જેનાં, એવા શ્રી ગુણસાગર નામે કેવલીએ પોતાના કેવલજ્ઞાનથી જાણ્યું જે હાલ હવે પોત્તરકુમાર તથા તેના દેશમાં રહેનારા સહુ કેઈ મનુષ્ય, જિનધર્મના દહેરાગી થયા છે. માટે હું ત્યાં જાઉ ! તેમ જાણે પોત્તરકુમારના ગામની બહાર આવી ઉપવનમાં સેમેસર્યા. તે સાંભળી હર્ષાયમાન થયેલા એવા સુર પતિરાજા પ્રમુખ સર્વ વાંદવા ગયા. ત્યાં જઈને સહુ કે કેવલી ભગવાનને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળવા યથેચિત સ્થાન પર બેઠા. અને ભગવાને પણ પાપનો નાશ કરનાર એવી દેશના દેવાને પ્રારંભ કર્યો. ' હે ભવ્યજનો ! જન્મ, જરા અને મૃત્યુ, તે રૂપ તર ગેના ભંગથી ભય કર એવા
સંસાર સમુદ્રને વિષે નાના પ્રકારની આપત્તિરૂપ મકરાથી દુઃખ પામતા એવા તમેને તે દુખથી રક્ષણ કરવાને એક સર્વોક્ત ધર્મ સિવાય બીજો કોઈ પણ આધાર નથી જે જિનધર્મતત્વ ચિતામણિથી કલ્પવૃક્ષથી, સ્વર્ગની કામદુધાધેનુથી કામકુંભથી પણ પ્રાપ્ત થતું નથી, તે જિન ધર્મતત્વને તમે પ્રયત્ન કરીને ત્રણ કરે અર્થાત ચિંતામણિ વિગેરે કઈ પણ પદાર્થથી જે નહિ મલે, તેવા ધર્મને તમે ઘણુ પ્રયાસથી પણ ચડાણ કરો. અરે ! જેમ કે ઈ મૂર્ખ હોય, તે પિતાને આંગણે ઉગેલા કપક્ષને કાપી નાખીને તે સ્થળ પર ધ તુરે વાવે, વળી પોતાના હાથમાં આવેલા ચિંતામણિને એમ જાણે કે આ તે રસ્તામાં પડેલા કાકરા જે કાકરે છે, એમ જાણી તે મણિથી કાગડાને ઉડાડે, વળી હાથમાં આવેલા અમૃતને ઢાળી નાખીને હલાહલ ઝેર પીવે, તેમ જે અજ્ઞાની જીવ છે, તે પૂર્વોક્ત કલ્પવૃક્ષાદિ સમાન પ્રત્યક્ષ ફલદાયક જિનધર્મને છોડીને ધતુ ૨ વૃક્ષાદિ સમાન બીજા ધર્મને ગ્રડણ કરે છે. અને તે ભવ્યે તે જિનધર્મ ગુરુ સામગ્રી મલ્યા વિના પ્રાપ્ત થાય નહિં. તે હવે તે ગુરુ પણ કેવા જોઈએ?
અવધમુકતે પથિ ય પ્રવર્તતે, પ્રવર્તાન્યજન તુ નિસ્પૃહા ! સ એવ સેવ્યઃ સહિતૈવિણુ ગુરુ, સ્વયં તરનારયિતુ ક્ષમઃ પરમા
અર્થ - આર ભ જે જીવ હિંસા તેથી મુક્ત, એવા માર્ગને વિષે જે પ્રવર્તે છે, તથા બીજાઓને પણ તેવાજ માર્ગમાં પ્રવર્તાવે છે, એવા ગુરુનું સ્વહિતેષી પુએ સેવન કરવું, કારણ કે તેવા ગુરુ પિત કરે છે, અને બીજાને પણ તારે છે. જેમ જલ વિના સમુદ્ર ન કહેવાય, જેમ સૂર્ય વિના દિવસ ન કહેવાય, તેમ પૂર્વોક્ત ગુણ વિના ગુરુ જ ન કહેવાય. માટે એવા ગુરુ જોઈએ, અને તેવા ગુરુ વિના સ્વર્ગાપવર્ગ દાયક જિન ધર્મની પ્રાપ્તિ કેઈ કાલે થાય નહિ હે રાજન ! હાલ તેવી ગુસામગ્રી પણ તમને પ્રાપ્ત થવા