________________
૧૪d.
પામી તેની પાસેથી ચાલી જ ગઈ. ઘણું કાલના ઘેરી એવા જે ફોધાદિક હતા તેને શમતાદિક ગુણવિધિથી મંદ પ્રતાપવાલા કરી નાખ્યા. એટલે મુનિવર મંદકપાયી થયા. કંદપને જે દર્પ હતો, તે પણ હણું નાખે. પ્રમાદાદિક દે જે હતા, તે એકક્ષણમાં ક્ષીણ કરી નાખ્યા. તે બન્ને જણે પોતાની તપ અને સંયમરૂપ ભુજાઓથી એક્ષપદ જે હતું, તેને નિકટવર્તિ કર્યું. એ પ્રકારે નિર્મલ ચારિત્રને આવરણ કરીને અંતસમયે એક માસપર્યત સલેષણ સથારે અણસણવત ગ્રહણ કરી તે સૂરસેન તથા તેની સ્ત્રી મુક્તાવલી, એ અને સર્વસમૃદ્ધિથી યુક્ત એવા પ્રથમ રૈવેયકને વિષે અહમિદ્રનામે દેવપણે થયાં તે પ્રથમ રૈવેયકને વિષે નિર્મલ છે કાંતિ જેની અને પવિત્ર એવા ચારિત્રથકી ઉત્પન્ન , થયેલી જે અદ્ધિ તેને ભેગવતા, એવા તે બન્ને દેવતા, મનડર સુખને કાંઈક ન્યૂન એવા ત્રેવી સાગરોપમના આયુષ્યને ભેગવતા હતા.
એ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે ઇશ્વરકેવલિદીક્ષિત શ્રી સુરસેન મુક્તાવલીના ગુણગણુવર્ણનનામે છઠ્ઠો સગ સંપૂર્ણ થયે. અહિં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના બાર ભાવ સમાપ્ત થયા.
સાતમે સ , હવે દેવરૂપ થયેલે સૂરસેન રાજા તથા તેની સ્ત્રી મુક્તાવલી, તે પ્રથમ વૈવેયકથકી ઍવી કયાં ઉત્પન્ન થયા ? તે કહે છે.
આ જ બુદીપને વિષે ભરતક્ષેત્રમાં મયખંડે ઉત્તરદિશાને વિષે સ્વર્ગના જનને તર્જન - કરનાર ઘણું જેમાં સજજને રહે છે એવું અને સુખને આપના ફોધવિડિત મનુષ્યથી પ્રાખ્ય, બલવાન્ એવા દુશ્મનથી જેમા આવીજ શકાતું નથી, સુરસમાન વિબુધગણેએ અલંકૃત એવું એક ગર્જનપુરનામે નગર હતું. તેમા પિતાના નામ સમાન ગુણવાળે એક સુરપતિ નામે રાજા રાજ્ય કરતું હતું. જેણે ભૂભૂત જે દુશ્મન રાજાઓ તેનો પક્ષ છેદી નાખે છે, એટલે જેમ સુરપતિ જે ઈન્દ્ર તેણે જેમ ભૂભૂત જે પર્વતે તેની પાખે છેદી નાંખી છે, તેમ આ સુરપતિ રાજાએ પણ શત્રુનો પક્ષ છેદી નાખે છેહવે તે રાજાની નામથી અને ગુણોથી વિખ્યાત, સતી નામે પટરાણી હતી તે પણ એવી હતી કે જે પાપની વાત તે કાનથી પણ સાભળતી ન હતી. અર્થાત્ જે પાપની વાત ન સાભળે તે પાપ * કરેજ કેમ ? હવે તે રાણુની સાથે સુખ ભેગવી રાજ્ય કરતો એ તે સુરપતિ રાજા વેદધર્મને વિષે અતિ પ્રતિમાનું હોવાથી ઉત્તમ એવા વૈદિક બ્રાહ્મણોને અત્યંત માનતા