________________
૧૨૨
જે રસ્તે મારી સામે આવ્યું, તેજ રસ્તે પાછો તારે ઠેકાણે જઈ બેસ. અને તે ધૂર્ત ! આ ગીને વેશ ધારણ કરી મારા જેવા ધમજનને ઠગીને તું કેટલાક કાલ જીવવાનું છે? હું તો તને હાલજ યમરાજના ઘરને અતિથિ કરવાને સાવધાન છું, પણ ધર્મ વેશ ધારણ કરનાર થઈ બેઠે છે, માટે નિરુપાય છુ. હે પાપી ! મારા શરીરથી જ તે વેતાલને પ્રસન્ન કરી તું વેતાલ મંત્ર સિદ્ધિની ઈચ્છા કરે છે. તેથી એમ સમજાય છે કે તું આ લેકના અને પરલકના પુણ્ય પાપની શૈલીને પણ તોજ નથી ? આવાં રાજાનાં વાય સાભળી યેગી વિચાર કરવા લાગ્યો કે જે કાર્ય માટે મેં લિંગનો વેશ ધારણ કર્યો, તે કાર્ય તે મારું જરા પણ પાર પડયુ નહીં ! એમ વિચારી તે લજાયુક્ત થયો થકે પશ્ચાતાપ પામી પોતાના હાથથી ખગ દૂર ફેંકી દઈને હાથ જોડી નરસિંહ રાજાને કહેવા લાગ્યું કે
શુરવીર ! આ પ્રકારના તારાં વચનથી મારા હૃદયમાં જે અજ્ઞાન હતું તે સર્વનાશ થઈ ગયું. અને જ્ઞાનદ્વાર ઉઘડી અને સત્યાસત્ય પદાર્થ સર્વ દેખવામાં આવ્યા, અને આટલા દિવસ હું ખરાબજનેની સગતિથી લટક, હાલ હવે તમારી કૃપાથી મને વિવેકમાર્ગ ઉપલબ્ધ છે ? હવે ગુરુ પાસે જઈ તમને ઠગવાના પાપનું પ્રાયશ્ચિત ગ્રહણ કરી પરર્ભવ સાધવા માટે યત્ન કરીશ? હે રાજન ! મને ક્ષમા કરજે અને એક હું તમને કહું છું, તે સાંભળે કે ગુરુ પર પરાથી આવેલે ત્રણસરહણ નામને આ એક મારી પાસે મણિ છે, તે દુષ્ટકર્મથી નિવૃત્ત કરવાના ઉપદેશદાયક એવા તમને હું આવું છું. એ સાંભળી જા કહે છે, કે હે ગન્દ્ર' તમારા સરખા વિવેકી જનને તે જેમ તમે કહે છે, તેમજ કરવુ ઘટે છે અને મારાથી જે કઈ આપને દુર્વાક્ય કહેવાયા હોય, તે માફ કરવા. એમ કહી તેણે મણિની પૂજા વિગેરે વિધિ પૂછી લીધું અને તે મણિ પણ લીધે. પછી પ્રાતઃ કાલને વિષે પરસ્પર ક્ષમાપના કરી અને જણ પિત પિતાને રથાનક ગયા. પછી રાજાએ ઘેર આવી તે બનેલી વાત મંત્રી વગેરેને કહી, તે સાંભળી સહુ કોઈ ખુશી થયા. અને નગરીને વિષે માટે ઉત્સવ થયે નગરસ્થ સર્વ લેક અત્યંત ઉત્સાહિત થયાં
હવે અગ્યારમા આરણ દેવલોકમાં પૂર્ણચદ્રરાજા જે દેવતા થયા હતા, તે ત્યાંથી ચ્યવને આ નરસિંહ રાજાની સ્ત્રી ગુણમાલા નામા જે રાણું હતી, તેના ઉદર વિષે તાલને મલ્યા પછીના સાતમા દિવસની રાત્રે આવી પુત્રપણુઓ ઉત્પન્ન થયે, ત્યારે તે ગુણમાલા રાણીએ સ્વનને વિષે નિર્મલ એ સૂર્ય દીઠે, કે તરત જ તે જાગી અને પ્રભાતને વિષે તે સ્વપ્નની વાત રાજાને સંભળાવી. તે સાંભળી રાજાએ પણ સ્મશાનનાં કહેલા વ્ય તરના વચનને અનુસારે કહ્યું કે હે પ્રિયે ! તારા નયનને આનદ દેનાર એ એક ઉત્તમ પુત્ર થશે ! તે સાભળી નવીન મેઘના સમાગમથી જેમ મયૂર હર્ષાયમાન થાય, તેમ તે રાણી પરમ હર્ષને પ્રાપ્ત થઈ અને પિતાના ગર્ભનું પ્રયત્નથી પાલન કરવા લાગી તેમ કરતાં સાતમા માસમાં પાછો રાણીને એ દેહદ ઉત્પન્ન છે કે હું સમય સૈન્યસમૂડ સડવર્તમાન રાજલીલા કરૂં ! અને સેના સહિત વનકડા