________________
કિયાઉદ્ધારની હકીક્ત.
98 આવ્યું કે તવ ક્રિયા કે બીજી કઈ બાબતમાં જરા પણ ફેરફાર ન હોવા છતાં શિષ્ય પરંપરામાં બે વિભાગ એક તપગચ્છમાં તે વખતથી થઈ ગયા અને એક શાખા જ્યારે દેવસુર નામથી ઓળખાવા લાગી ત્યારે બીજી શાખા અણસુર નામથી આગળ ચાલી અને હજુ સુધી પણ એ અર્થ વગરના તફાવતે ચાલ્યા કરે છે. આ જ સમયમાં વિજયસિંહસૂરિના શિષ્ય શ્રીમદ્ સત્યવિજયજીના ક્રિયાઉદ્ધારની વાત આપણે સાંભળીએ છીએ તેને માટે આપણે હવે પછી વિચાર કરશું.
ધાર્મિક સ્થિતિનો ઈતિહાસ-ક્રિયાઉદ્ધારની આવશ્યકતા ધાર્મિક સ્થિતિ આ સમયની તપાસવા માટે ખાસ વિગત પૂરી પાડે તેવી રીતે શ્રીમદ્દ યશોવિજયજીએ ભાષામાં ૩૫૦ ગાથાનુશ્રીસીમધર સ્વામીની વિજ્ઞપ્તિરૂપ અને ૧૨૫ ગાથાનું પણ તેવા જ આકારનું સ્તવન તેમ જ બત્રીશ બત્રીશીની કેટલીક બત્રીશીઓ અને ગુરુતત્ત્વ નિર્ણય વગેરે પ્રોઢ ગ્રંથો બનાવીને તેમાં અનેક વાતનો સમાવેશ કર્યો છે. તેમાની કેટલીક વાતે કદાચ ભવિષ્યની પ્રજાને શુદ્ધ માગે ગમન કરાવવા માટે લખાયેલી હોય એમ લાગે છે તે પણ એટલું તે તે સ્તવને ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તત્કાલીન સાધુઓમાં કેટલાક સડે સખ્ત રીતે પેસી ગયે હતું અને ક્રિયાશિથિળપણ સાધારણ થઈ પડ્યું હતું. ઉપર જણાવેલાં બે સ્તવને વિગેરેની અદ્ભુત રચના અને તેમાં બતાવેલા લગભગ દરેક વિચારનું શાબ્દપ્રમાણુ બહુ ધ્યાન ખચનારું છે, એ સ્તવમાં તત્સમયના શિથિલાચારપર વિચાર બતાવતો ચાલુ પ્રવાહ કેટલે ભૂલભરેલું છે તે શાસ્ત્રના પ્રબળ આધારથી બતાવી આપ્યું છે. અને સ્તવને શ્રી સીમંધર સ્વામીની વિજ્ઞપ્તિરૂપે ભરતક્ષેત્રની તે કાળની ધાર્મિક સ્થિતિ બતાવવા બનાવેલાં છે અને તેનાપર બાલાવબોધ સમર્થ વિદ્વાન શ્રી પદ્મવિજયજીએ પૂરીને બહુ ઉપકાર કર્યો છે. ભરતક્ષેત્રની (તત્કાલીન) વર્તમાન સ્થિતિ બતાવત કેટલાંક પ્રાણુઓ ખાટાં અવલંબને આદરી પ્રાણીને કેવી રીતે કુમાર્ગ ઉપર લઈ જાય છે તે બતાવતાં મુખ્ય બે વાત બતાવી છે તે આપણે તારવી જોઈએ.
કામ કુંભાદિક અધિકનું, ધર્મ કે નવિ મૂલ રે કડે કુચર સ દાખવે શું થયું એહ જગ શૂલરે. (૧. ૫)