________________
પ્રસ્તાવના.
આનંદઘનજી મહારાજનાં પદ તરફ બહુ જ માનની લાગણીથી જેવામાં આવે છે. જૈન અને જૈનેતર તેને બહુ આનંદથી ગાય છે અને તે પદ ગાતી વખત અપૂર્વ માનસિક સુખ અનુભવે છે તે અનેક પ્રસંગે જોવામાં આવ્યું હતું. આ પદે જિનમંદિરમાં તથા અન્ય ધાર્મિક પ્રસંગે ગવાતાં સાંભળ્યાં હતાં, પરંતુ એક પ્રસંગે તે વાંચવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં જણાયું કે તે પદ સામાન્ય રીતે સમજી શકાય તેવાં નથી. તે સમજવા માટે શાશૈલીનું ઘણું સ્પષ્ટ જ્ઞાન હાય અને શ્રી આનંદઘનજીની ભાષા સમજતા હોય તેવા સાક્ષરની મદદની ખાસ આવશ્યક્તા છે એમ સમજાયું. અધ્યાત્મ કલ્પદ્રુમનું મૂળ સંસ્કૃતમાં છે તેને લાભ લેનારા કરતાં પણ આવાં પદે શ્રવણ મનન દ્વારા લાભ લેનારા વિશેષ મળવા સંભવિત ધારી તેની અર્થ
વેષણ કરવા માંડી. દરમ્યાન સંવત્ ૧૯૬૭ ના ચૈત્ર-વૈશાખની ઉનાળાની રજાના વખતમાં શ્રી ભાવનગર જવાનું થતાં ત્યાં શાંતમૂર્તિ શ્રીમદ્ વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી ગભીરવિજયગણિ જેઓનું આગમનું જ્ઞાન અનુભવસિદ્ધ અનેક પ્રસંગે થયું હતું તેઓને આ પદના અર્થો સંભળાવવાની વિજ્ઞપ્તિ કરી, તેઓએ જરા ઈચ્છા બતાવી તેથી બીજે દિવસે છાપેલ પુસ્તકની બે પી લઈ તેઓ પાસે ગયે. તેઓએ પ્રથમ ત્રણ પદ સમજાવ્યાં તેમાં બહુ જ આનંદ થયે. શાસ્ત્રશૈલીના જ્ઞાન સાથે વાત ઉપરથી જણાયું કે આનંદઘનજી મહારાજે જે દેશમાં બેલાતી ભાષા વાપરી છે તે દેશના પિતે પણ સંસારીપણામાં વતની હતા એ હકીકતથી અને ખુલાસા સતાપકારક થતા હોવાથી બીજા દિવસે સવારને ટાઈમ મુકરર કરી પદપરનું વિવેચન આગળ ચલાવવા વિજ્ઞપ્તિ કરી જે તેઓએ બહુ કૃપા કરી સ્વીકારી. તેને લાભ લેવામાં મારી સાથે મારા મિત્રો અને નેહીઓ જોડાયા અને લગભગ પંદર જિજ્ઞાસુઓને નિયમિત વર્ગ ત્રીજા દિવસથી શરૂ થઈ ગયે. મહારાજશ્રી જેટલું બોલતા હતા તે સર્વ ત્યાં જ લખી લેવાને મે નિયમ રાખ્યા હતા અને ઘરે જઈ