SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ સુડતાળીશકું. ] શુદ્ધચેતનાની વિરહતાપમાં ઝરણા, ૫૧૭ ભાવ-વિભાવઢશામાં પડેલા પતિના સંબંધમાં પેાતાને કેટલી અગવડ છે તે વિસ્તરપણે બતાવતાં શુદ્ધચેતના કહે છે કે અમારા આઈજી-સાસુજી જેનું નામ આયુ:સ્થિતિ છે અને જેને લઈને ચેતન નજી એક શરીરમાં અમુક વખત સુધી રહે છે તે મારા પતિના એક શ્વાસેાસ જેટલે ઢાળ પણ વિશ્વાસ રાખતી નથી અત્યારે મારા પતિ જૂદી જૂદી ગતિમાં જન્મે છે અને ત્યાં ટકે છે તેનું કારણ આયુ:સ્થિતિ છે. તેવી સ્થિતિ મારા પતિના જૂદી જૂદી ગતિમાં જન્મ આપનાર હાવાથી મારા પતિની વર્તમાન માતા તે થઈ અને તેથી તે મારી સાસુ થઈ. આવી મારી સાસુ મારા પતિના જરા પણુ વિશ્વાસ કરતી નથી, એક મિનિટની કે એક સેકંડની પણ પતિની દરકાર કરતી નથી. શ્રી વીરપરમાત્માને ઈંદ્રે જણાવ્યું કે હું પ્રભા! લેાકેાના હિત સારૂ અને શાસનના લાલ સારૂ આપ આપનું આયુષ્ય એ ઘડી લખાવા, જેથી સમગ્રહને આપની નામ રાશિપર સૈક્રમતે આપ નુ તા તે આક્રમણ કરી શ્રમણુ સઘને પીડા કરે નહિ; તેના વામમાં પ્રભુએ જણાવ્યું કે “ચક્રવતી કે તીર્થંકર એક કોઈ પણ એ અર્થ કરવાને સમર્થ નથી, કોઈથી પેાતાનું આયુષ્ય ઘડી કે એક ક્ષણ પણ વધારી શકાતું નથી.” શરીરના સરાસે નથી, તે ચે વખતે પડી જશે તેના વિશ્વાસ નથી, છતાં તેનાપર મમતા કરીને આ પ્રાણી અનેક પ્રકારનાં કાર્યો આદરી બેસે છે અને પસદ ન આવે તેવી ગતિમાં જન્મ આપનાર આયુષ્કર્મરૂપ સાસુને એકઠી કરે છે અને પછી તેને તાબે રહી અનેક પ્રકારના ત્રાસ તે ભાગવે છે. આવી રીતે એકઠી કરેલી આયુ:સ્થિતિ એક ક્ષણને પણ વિશ્વાસ રાખવા ચેગ્ય નથી. જેને સવારે જેયા હાય તે અપાર નામશેષ થઈ ગયા સાંભળ્યા છે, વાતા કરતાં રસ્તે ચાલતાં ઠેસ લાગવાથી, હૃદયબંધ થઈ જવાથી કે બીજી અનેક રીતે મૃત્યુને વશ થતાં જોયા છે અને જેના વર્તનથી એમ લાગે કે સેકડા વર્ષ સુધી પૃથ્વીને કે પેાતાની અન્ય વસ્તુને આ છેડનાર નથી તે સર્વને તજીને ચાલ્યા જતા અનુભવ્યા છે. આવી રીતે સાસુ તે એક ક્ષણ પણ વિશ્વાસ કરવા ચેાગ્ય નથી, છતાં વિભાવદશાને લઈને તે આયુરસ્થિતિ મારી સાસુ થયેલી છે. વાત એમ છે કે વિભાવદશાના જોને લઈને પોતાનાં
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy