SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આનંદઘનજીના પદે. [ પદ છે. સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિભાવ અને અનુગ્રહકરણ, શિવતત્ત્વની પ્રાપ્તિ એ પરમ પુરૂષાર્થ છે. પાશુપત મતથી ઉલટી રીતે અહીં ઈશ્વરને કર્માદિ સાપેક્ષ માનવામાં આવે છે. પરમ પુરૂષાર્થને હિત દીક્ષા છે, તેને માટે જ્ઞાનની જરૂર છે, જ્ઞાન માટે ક્રિયાની જરૂર છે, ચિંગ વગર અભિમતની પ્રાપ્તિ થતી નથી અને વિહિતનું આચરણ અને નિષિદ્ધને ત્યાગ એ ચર્યા વગરગનનિર્વાહ થતા નથી તેથી અહી વિદ્યા, ક્રિયા,ચાગ અને ચર્ચા એ ચાર પાદપર બહુ ભાર મૂકવામાં આવે છે. પશુ, પતિ અને પાશાએ ત્રણ પદાર્થ માનવામાં આવે છે. પતિ પદાર્થ શિવને માનવામાં આવે છે. એ મતમાં ઈશ્વરને સર્વવ્યાપક, સ્વતંત્ર કત્તો માનવામાં આવે છે અને ઉપર કહા તે પાંચ કૃત્ય (રાષ્ટિ આદિ) તેનાથી થાય છે એમ આ મતવાળા કહે છે. જીવાત્મા તે પશુ નામકબીજે પદાર્થ, તે નિત્ય અને વિભુ મનાય છે. એ ચાવીક મતનો દેહાદરૂપ નથી, નિયાચિકની પેઠે મનથી પ્રકાશ્ય નથી, જૈનની પેઠે અવ્યાપક નથી, શ્રાદ્ધની પેઠે ક્ષણિક નથી, અતવાદી પિકે એક નથી, સાંખ્ય પેઠે અકર્તા પણ નથી. એ પશુ ત્રણ પ્રકારના છે. કર્મક્ષયથી જેનાંકમાં ક્ષય પામી ગયાં છે તે વિજ્ઞાનાકળ, પ્રલય વખતે ઉપસંહાર થવાથી મલ કર્મયુક્ત હોય તે પ્રલયાકળ, અને મલ માયા અને કર્મયુક્ત હોય તે સકળ. પાશ નામક તૃતીય પદાર્થ ચાર પ્રકારનું છેઃ મલશક્તિ, કર્મશક્તિ, માથાશક્તિ અને શક્તિ. આત્માની સ્વાભાવિક પ્રક્રિયાને આવરણ કરનાર તે મલશક્તિ તે મલ ચોખા ઉપરના છાલા જે અથવા ત્રાંબા ઉપરના કાટ જેવા છે. કુલાથી પુરૂ કરે તે કર્મ-ધર્મ અને અધર્મ રૂપ, બીજ અને અંકુરની પેઠે પ્રવાહરૂપે અનાદિ છે. જેમાં પ્રલય વખતે સર્વ જગત સમાઈ જાય છે તે માયા, તથા તેનાથી જ સૃષ્ટિ વખતે ઉત્પત્તિ પામે છે. ધશક્તિ પાશના અધિકાને કરી પુરૂષનું તિરધાન કરે છે. વસંપ્રદાયમાં એક પ્રત્યભિન્ન મત છે. તેઓ જીવ શિવનું એકય માને છે, ભેદ બુદ્ધિ અનાદિ અજ્ઞાનનું કાર્ય છે એમ કહે છે અને એવી ભેદબુદ્ધિ ચાલી જાય ત્યાં સુધી પ્રત્યભિજ્ઞાનની જરૂર છે એમ તેઓ કહે છે. આ સંપ્રદાય શાંકરના વેદાન્તને કેટલેક અંશે મળી આવે છે. તેઓ આત્માને પ્રત્યગાત્મા સાથે તાદાભ્યવાળી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy