SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ આનંદઘનનાં પદો. [પદ સખિ! મેં તને ઉપર જણાવ્યું તેમ હું પતિની ખાતર ભેખ ધારણ કરીશ. પણ તે પતિને કહેજે કે આ તમારા પ્રેમની જોગણ તમને મળવા આતુર છે. એના પગ ઉપર પ્રેમ લાવ, એના લેખ ઉપર ઉદાર દથિી જો, એના વિશુદ્ધ વર્તન તરફ વહાલ બતાવજો. એ તમારા વિયોગથી ભૂલી પડેલી ભામિની તમારા તરફ એકાંત હિતકષ્ટિથીએમદષ્ટિથી જુએ છે, માટે એને ચોગ કે છે તે જરા જુએ સખિી આ પ્રમાણે સર્વ હકીક્ત તું મારા નાથને કહેજે અને છેવટે જણાવજે કે આ તમારી હૃદયવઠુભા સતી સાધી શુદ્ધ ચેતનાને ચાગ અતિ શ્રેષ્ઠ છે તેથી તેના ઉપર તમારું મન લગાડે. આવી રીતે ઉદ્દઘાત કરી, આ પદમાં જૈન દષ્ટિએ એગ કે હાય તેનું દર્શન કરાવ્યું છે. આ ભાવ લાવવા માટે જેમણ શબ્દની અર્થઘટનામાં આગલા પદ સાથે સહજ ખેંચતાણ કરવી પડી છે, પણ આખા વિવેચનમાં કર્તાના આશય શું હશે તે સમજવાનો પ્રયાસ હવાથી તેમાં કોઈ પણ વિરોધ નથી. આ પદમાં એગ બતાવ્યે છે તે સમજવા માટે બહુ વિશાળ ગજ્ઞાનની આવશ્યકતા છે. જેમ જેમ એને પ્રકાશ વધારે પડશે અને ખાસ કરીને જેમ જેમ અનુભવ વધારે થશે તેમ તેમ તેમાં રહેલ સૌદર્યને ઝળકાટ થશે. અત્ર બતાવેલ ચાગમાં મનને જોડી દેવા ચેતનજીને વિજ્ઞપ્તિ છે. એક વખત ચેતનછ એ ગમા ચિત્ત લાવે કે તુરત સુમતિ તે તેની પાસે જ છે તેના મદિરતે જરૂર પધારે અને છેવટે શુદ્ધ ચેતના પણ વિકાસક્રમમાં આગળ જતાં પ્રાપ્ત થઈ જાય આવી રીતે રોગમાં પ્રવેશ કરી તેમાં ચિત્ત પરાવવા માટે આગ્રહ કરવાને હેતુ ચેતનછ અને શુદ્ધ ચેતનાના મેળાપ કરાવવાને છે. જગી દેરી લંગાટ રાખે છે, લંગટને ગાંઠ બાંધે છે અને સાધ્ય દીપકના દર્શન કરવા ચિગુહામાં પ્રવેશ કરે છે અને અલેકને જગાવે છે તેનું અન્ન સામ્ય બતાવે છે. તે ચેતનજી! તમે હઠાદિ વર્ષે ચાગમાર્ગ મૂકી દઈ વિશુદ્ધ જેગને પંથ નીહાળશે ત્યારે તમને તેમાં અપૂર્વ આનદ થશે. ત્યાં પ્રથમ તે તમે માર્ગનુસારીના અતિ ઉત્તમ ગુણે પ્રાસ ક્રી ત્રણ કરણ વડે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ ઉપર સાપેક્ષ દષ્ટિએ રૂચિ પ્રાપ્ત કરશો. એ શુદ્ધ દેવ, શરૂ, ધર્મપરની રૂચિને સમ્યકત્ર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy