________________
હ૪૭
સાડત્રીસમું.] વિશુદ્ધ યોગીન સાધ્યસાધને.
hદ સાડત્રીસમું-રાગ-વેલાવલ, ता जोगे चित्त ल्याओरे, वहाला. ता जोगे० समकीत दोरी शील लंगोटी घुलघुल गांठ घुलाउं; तत्त्वगुफामें दीपक जो,
चेतन रतन जगाउं रे वहाला. ता जोगे० १ “હે વહાલા! તે જગમાં તે સંબંધ સાધનમાં ચિત્તને લગાડે સમકિતરૂપ દોરી અને શીળ લંગોટી લગાવી અને તેમાં ઘોળાવારૂપ ગાંઠને શોભાવું. (વળી) તત્ત્વગુફામાં દીપક (તિ) ને જોઉં અને ચેતનરત્નને જગાડું.”
ભાવ-ઉપરના પદમાં શુદ્ધ ચેતનાએ સખી શ્રદ્ધા પાસે પિતાની વિરહાવસ્થામાં કેવી સ્થિતિ થાય છે તે બધી વાત કરી અને છેવટે પોતાના વિચાર એમ બતા કે હું હવે જોગણ થઈ ઘરથી નીકળીશ. એમાં પતિને સમજાવવા માટે રાખીને વિજ્ઞપ્તિ કરી છે ત્યાં એક બીજે જ આશય પ્રાપ્ત થાય છે. મીરાંબાઈનાં વૈરાગ્યવાળા પદમાં એક પ્રસિદ્ધ પદ છે તે રસિક વાચકેના જાણવામાં હશે. “શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પ્રેમની જોગણ પિયુને શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી. મારા વિચાર પ્રમાણે આ પદમાં જે ભાવ બતાવ્યું છે તેને આ પ્રમાણે આશય હો સંભવે છે. પતિને માટે ભેખ ધારણ કરીને હું હવે ગણું થઈ છું, પતિની શોધ કરું છું, પતિના નામની માળા જપું છું અને પતિ મારી પ્રાર્થના સાંભળી મારા મંદિરે જરૂર પધારશે એવી વાંછા કરું છું. આ સ્થિતિ બરાબર બતાવવા માટે શ્રદ્ધા સખીને સુમતિ કહે છે કે હે
* આ પદ પણ ભીમાના છાપેલ પુસ્તક સિવાય બીજી કોઈ પણ પ્રતમાં નથી. તેને અર્થ સુદર છે તેથી અત્રે તેનાપર વિવેચન કર્યું છે. આ પદ આનંદઘનજી મહારાજનું હોવું જોઈએ કે નહિ, તેપર પદને છેડે વિવેચન કર્યું છે.
૧ તા જેગેતે સબંધસાધનમા, તેમાં ચિત્ત લાઓ સ્થાન આપે. દેરી =કારિ, લગેટી-કચ્છ, ઘુલઘુતમાં કસ ઘોળાવારૂપ. દુલા શોભાવું, લગાવું દીપક દવા. જગા=જાગ્રત કર, જગાડું,