SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ આદધનજીનાં પદે. - પદ કરું તે હજુ હું વ્યક્ત રીતે મારા મનમાં સમજાતું નથી. નાથ, આ ગુણહીન તરફ દયા કરે, કૃપા કરે, દષ્ટિ નાખે. • ग्यान न जानुं विग्यान न जानु, न जानुं भजनामा (न जानुं पदनामा); आनंदघन प्रमुके घरद्वारे, रटन करुं गुणधामा. अवधू० ४ - મારામાં યથાસ્થિત વરતુગ્રાહી ઉપયોગ નથી, વિશિષ્ટ કળા હું જાણતું નથી અને આપનાં ભજને કરવાની રીતિ હું જાણુતે નથી અથવા તે નિરજન પદનાં નામો મને આવડતાં નથી, આથી હું તે આનંદસમૂહ પરમાત્માના મદિરના દ્વાર પાસે ભમ્યા કરું છું અથવા દ્વાર પાસે ઊભા રહી પ્રભુનું રટણ કરું છું જે રટણ ગુણેના ધામ (થાન)રૂપ છે.” ભાવ-હે નાથ! મારામાં યથાસિથત વસ્તુગ્રાહી ઉપગ નથી કે જેથી પ્રત્યક્ષ ઉપયોગથી આ૫નાં દર્શન કરૂં, આપના ગુણની પ્રતીતિ કરૂ અથવા તે પક્ષ ઉપયોગથી મતિષ્ણુતારા આપનાં દર્શન કરું, સામાન્ય ઉપયોગથી આપનું બરાબર જ્ઞાન થતું નથી અને તેથી વારેવાર માર્ગ પરિભ્રષ્ટ થયા કરું છું. જે વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે તેનું મને સશે જ્ઞાન નથી તેથી હું તેને કેવી રીતે સ્પષ્ટ-વ્યક્ત કરું? તેમજ હે નાથ! મારામાં કોઈ ખાસ કળા પણ નથી કે જેથી તદ્વારા આપને ઓળખું. ચિત્રકળા, લેખકળા, વાવકળા, શિલ્પકળા એ સર્વ વિજ્ઞાન કહેવાય છે. જે મને ચિત્રકળા આવડતી હોય તે આપનું ચિત્રામણ કરી આપને વ્યક્ત કરું, આપના ગુણગ્રામ લખતાં આવડતા હેય તે તેમ કરી આપને ઓળખું, એવી રીતે સર્વ કળા માટે સમજવું. પણ મને તે એ કામને ઉપયોગી થાય તેવી એક પણ કળા આવડતી નથી ત્યારે મારે આપની પાસે શું સુખ લઈને માગવું. અથવા જ્ઞાન એટલે સામાન્ય દર્શન અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ ૪ ગ્યાન વિશિષ્ટ વસ્તુઝાહી ઉપયોગ અથવા સામાન્ય દર્શન વિગ્યાન કળા, અથવા વિશેષ દર્શન ભજનામા=ભજન કરવાની રીતિ પદ નિરંજન પદ આગશુમા, બારણામા રટન કર=, જપુ ગુણ્ધામાગુણનું સ્થાન
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy