________________
[પદ
૧૩૬
આનંદઘનજીનાં પદા. જ્યાંસુધી ચેતન માયા મમતાની જાળમાં ફસેલા રહેશે ત્યાં સુધી એને વપર વિવેચન થશે નહીં–પિતાના અને પારકાને ઓળખશે નહિ અને પરકામે લાગ્યા કરશે. એને આખા દિવસમાં જરા પણ પુરસદ મળશે નહિ અને પૂછશો તે કહેશે કે હું મારા કામે જાઉં છું, પણ પિતાનું કામ શું છે એ બિચારે સમજતા નથી. જ્યારે માયા મમતાને સગ મૂકી સમતાને મંદિરે પધારી આત્મનિરીક્ષણ કરશે ત્યારે તેને સમજાશે કે પોતે જેને પિતાનું કામ માને છે તે તે પરકામ છે, પરનું કામ છે, પર સંબંધી કામ છે. પિતાનું કામ તે આત્મિક છે, પ્રચલિત કાર્યથી તદ્દન અલગ છે, સ્વાવસ્થાસ્થિત છે, સ્વાધીન છે, સ્વસ૫ગમ્ય છે. ચેતનજીને તેને અનુભવ મિત્ર સર્વ વાત બતાવી આપે, એને સમતાના મદિરમાં થતે સ્વયપાનંદ અને તેના પરિણામને ખ્યાલ આપે અને સાથે માયા મમતાના મદિરના તુછ વિષયાનંદ અને તેનાં અતિ અધમ પરિણામોને ચિતાર આપે તે ચેતનજી કોઈક સ્વસ્થાને આવે–ઠેકાણે આવે. અત્ર અનુભવને બે વાત કરવાની
હી, સુમતિ સાથે તેને (ચેતનજીને) સબંધ જોડાવ અને કુમતિ સાથે તેને સબંધ તેડાવ. એક સુમતિ સાથે જરા વખત સબંધ થાય તેમાં બહુ લાભ ન થાય, વળી પાછો વિભાવમાં પડે કે આ ચેતન કુમતિના મંદિરે ચાલ્યો જાય, માટે એને અંતઃકરણપૂર્વક કુમતિ ઉપર તિરસ્કાર છૂટે એવી વ્યાજના પણ અનુભવે સાથોસાથ કરવી જોઈએ. મતલબ તે નિજ કુટુંબને સગી થાય અને કુલટા સ્ત્રીઓની સબત છેડી દે એવી ચેજના વિચક્ષણતાપૂર્વક અનુભવે કરવી જોઈએ, અથવા ચતુરાઈ શબ્દને લાભના ઉપાય સાથે લેવે એટલે તમે લાભના ઉપાયરૂપ ચતુરાઈ કરી બતાવે જેથી પેલી બીજી સ્ત્રીઓ સાથે ચેતન સબંધ રાખે છે તે મૂકી દે. આ પદમાં પણ વપ૨ વિવેચન કરી સ્વને ઓળખી તેને આદરવાને અને વરને ઓળખી તેને ત્યાગ કરવાને ઉપદેશ છે મમતાના મુખ્ય આવિર્ભાવ તરીકે તૃષ્ણા હોય છે ધનની, માનની અને બીજી કોઈ પણ વસ્તુની અને મને ભાવની દઢ ઈચ્છા રાખવી, એની પ્રાપ્તિમાં શાતિ માનવી, એની અપ્રાપ્તિમાં કેદ કર તેને તુણુ કહેવામાં આવે છે. એક ધનની ઈચ્છાથી તુષાથી પ્રાણી કેટલી ઉપાધિ વહારી લે છે તેને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે