________________
આનંદઘનજીનાં પદો.
૫૯
[પદ
यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी प्रत्याहार धारणा धारी,
ધ્યાન સમાપિ સનારી. | પાટ |૨ | યમ, નિયમ અને સિદ્ધિ કરનાર આસન, તેમ જ પ્રાણાયામને અભ્યાસ કરી અને પ્રત્યાહાર અને ધારણ ધારણ કરી ધ્યાન અને સમાધિમાં તું લીન થઈ જશે.”
ભાવ–આળભેળ સન્યાસી જ્યારે દેહદેવલરૂપ મઠમાં વાસે કરી ગાભ્યાસ કરે છે ત્યારે ત્યાં શું કરે છે તે સક્ષેપમાં ઉપર જણુવ્યું, તે જ હકીકત આગળ ચલાવતાં અત્ર ગાંગપર વિવેચન કરે છે. ચેગાચાય એગના અધિકારી પ્રમાણે તેના આઠ અંગ ગણાવે છે. તે અનુક્રમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિ નામ ધારણ કરે છે. મંદાધિકારી માટે પાતંજલ ચગદર્શનકારના મત પ્રમાણે પ્રથમનાં પાંચ અંગ બહિરગ લેવા સાથે અવશ્ય અપેક્ષિત છે અને કેયાન, ધારણ અને સમાધિ અંતરગ હોવા સાથે તે સર્વ અધિકારી માટે સાધારણ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. એ પાંચ યમોમા પણ અહિંસાની મુખ્યતા છે અને બાકીના ચારનું અનુપાલન પણ અહિંસાના અનુરોધથી જ કરવાનું છે. પતજલિના મત પ્રમાણે જાતિ, દેશ, કાળ અને સમયથી પરિકેદને ન પામનારા અને સર્વ અવસ્થામાં કર્તવ્યરૂપે નિશ્ચિત થયેલા આ પાંચ યમને મહાવ્રત કહેવામાં આવે છે. જૈન દર્શનકાર સ્યાદ્વાદમાર્ગદર્શક હોવાથી તેમ જ એકલા શરીરને ધારણ કરનાર સૂક્ષ્મ જીવોથી માંડીને પાચે ઈદ્રિય અને મનવાળા સર્વ પ્રાણી તરફ દયા રાખનાર અને તેવી દયાને ઉપદેશ કરનાર હાવાથી અહિંસાની આવી એકશીય વ્યાખ્યા જેમાં વ્યક્તિ તરક લક્ષ્ય
૨ ચમ=મહાવ્રત નિયમ થોડા વખત માટે લેવામા આવે તે જ્યકારી–સિદ્ધિ કરી આપનાર, પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ માટે વિવેચન જુઓ સમાસી તેમા તુ સમાઈ જવો, લીન થઈ જશે
* પત જળ ચગદર્શન પાદ ૨ સૂત્ર ૩૦