________________
આનંદધનજીના પદે. ક્લાકે ને દિવસે વ્યર્થ ગયાં છે. તારે આત્મિક વ્યવહાર શુદ્ધ ન હાય, તારી આત્મજાગૃતિ ન થઈ હોય તે સર્વ નિરર્થક છે અને એ બતાવવા માટે તને આત્મિક કાર્યોમાં જાગ્રત કરવા માટે આ પહેરેગીર દરેક કલાકે ઘંટ વગાડી તને ખબર આપે છે કે એક કલાક પસાર થઈ ગયે; એક ઘડી પસાર થઈ ગઈક જે સમય પસાર થઈ ગયે તે ફરીવાર તને મળનાર નથી; ખાબામાં ભરેલ પાણું આંગનીઓ વચ્ચેનાં છિદ્રમાંથી નીકળીને જેમ ચાલ્યું જાય છે તેમ આયુષ્ય ઘટતું જ જાય છે, માટે એ ચેતવણું ધ્યાનમાં લઈ તું ઉછે, જાગ્રત થા, તારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવા લાગી જા અને દરેક ઘડિને, દરેક પળને, દરેક વિપળને ઉપયોગ કર. જ્યાંસુધી તે વિભાવ દશામાં રમણ કરીશ ત્યાંસુધી તારી ગમે તેટલી પ્રવૃત્તિ હશે તેપણુ શુદ્ધ દષ્ટિએ તે તે ઉંઘતે જ છે, માટે એ તારી ઉંઘ ઉડાડી દે અને હવે તારા પિતાના કામમાં લાગી જા.
જે વસ્તુ પિતાની નથી, જે ખરું સુખ આપનાર નથી, જે અનિત્ય છે, તેમાંથી સુખ મેળવવાની લાલચે પ્રવૃત્તિ કરી રહેનાર જીવને ગાડે કહેવામાં આવેલ છે, કારણકે એ સ્થિતિમાં એ પિતાના સ્વરૂપને ભૂલી જાય છે, શુભ કાર્યમાં અસ્વસ્થ રહે છે અને વિભાવિક સ્વનૈને સત્ય સમજે છે. જે આ સ્થિતિ તું વધારે વખત ચાલવા દઈશ તે આયુષ્ય અંજલિ માંહેના પાણીની પેઠે ચાલ્યું જશે અને પછી તારે બહુ પસ્તાવું પડશે, માટે આ ઉંઘમાંથી ઉઠ, જાગ્રત થા.
इंद चंद नागिंद मुनि चले, कोण राजापति साह राउरे भमत भमत भवजलघि पायके,
*भगवंत भजन विन भाउ नाउ रे. क्या० २ ઈ, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મુનિઓ ચાલ્યા ગયા તે પછી ચકવતી રાજા કે શહેનશાહ તે શા હિસાબમાં? સંસારસમુદ્રમાં ભમતાં ભમતાં ભગવાનની ભક્તિ વગર બીજી ભાવનૌકા કેશુ છે?”
* “પાય, ભગવંત ભજન વિન બાઉનાઉરે એ પાક અશુદ્ધ જણાય છે. પણ જ પાય તે, ભગવંત વ્યક્તિ સ્વભાવ નાયરે એ પાકાતર વિશેષ ઘા આવે છે પાચ