________________
ॐ परमात्मने नमः શ્રી આનંદઘનજીનાં પદે.
અર્થ વિવેચન સહિત.
પ્રથમ પદ-રાગ વેલાવલ,
क्या सोवे उठ जाग वाउरे. क्या० ए आंकणी. अंजलि जल ज्यु आयु घटत है,
देत पहोरियां घरिय घाउ रे; क्या० १ “હું ગાંડા! તું શું સુઈ રહ્યો છે? ઉઠ, જાગ્રત થા. હાથના ખેણામાં રહેલા પાણીની પેઠે આયુષ્ય ઘટે છે, પહેરેગીર ઘડિયાળને ઘા મારે છે.”
ભાવ-જ્ઞાની ગુરૂ મહારાજ આ જીવ વિષય કષાયમાં આસક્ત છે તેને બરાબર ઉપદેશ આપવા માટે અત્ર કહે છે. વિષય કષાય એ વિભાવ દશા છે, એમાં ગમે તેટલી પ્રવૃત્તિ કરવામાં આવે તેપણ તેમાં આત્મિક અવનતિ જ થાય છે અને તેથી તેમાં પ્રવૃત્તિ કરનાર જીવ આત્મિક દ્રષ્ટિથી તે ઉંઘતે જ હોય એમ જણાય છે. તું ખાય છે, પીએ છે, ફરે છે, ધન કમાય છે, ઇન્દ્રિયના વિષયો સૈવે છે, પણ એ સર્વ તને ઊંડા ખાડામાં ફેંકી દેનાર છે, તેથી તે ભેળા બધુI તું એ તારું ગાંડપણ છોડી દે, ઉઠ, જાગ્રત થા. તું જરા વિચાર કર; દરેક ક્ષણે, દરેક મિનિટે, દરેક કલાકે, દરેક દિવસે તારું આયુષ્ય ઘટતું જાય છે. તું સમજે છે કે વયમાં મેટો થયા, પણ તેટલું જીવન જો તે વાસ્તવિક રીતે પસાર કર્યું નહિ હોય તે તે તારી ક્ષણ,
૧ ક્યા શું સબુવે છે, ઉઘ છે. બાઉગાડા અંજલિ હાથને જલ પાણુ ન્યુજેમ આયુ આયુષ્ય. ઘત હે ઘટે છે. તમારે છે પહેરીયા=પહેગીર ઘરિય=ઘડિયાળને ધાઉ=ા, પ્રહાર