SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આનદઘનજી અને તેને સમય કયો છે અને તે “ સમયસાર નાટકના નામથી એટલે પ્રસિદ્ધ છે કે તેપર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એના કાવ્ય માધુર્ય અને પહલાલિત્ય ગંભીર તેમ જ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદ્દીપન કરે તેવું છે. તે ઉપરોક્ત ગ્રથની પ્રશસ્તિમાં જણાવે છે કે આગ્રા શહેરમાં રૂપચદ, ચતુર્ભુજ વિગેરે પાંચ વિદ્વાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા, પરમાર્થની ચર્ચા કરતા હતા અને તેઓને બીજી વાતમાં રસ કદિ પણ પડતા નહિ કઈ વખત તેઓ નાટક સાંભળતા કેઈવખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કઈ વાર દેહરા બનાવતા આવી રીતે આવ્યા નગરમાં જ્ઞાન પ્રગટ થર્યું હતું તેની વાત પણ દેશ પરદેશમાં સારી રીતે પ્રસિદ્ધ થઈ ચૂકી હતી અને તેઓની ચર્ચાને લીધે જ્યાં ત્યાં જૈન ધર્મ સબંધી ચર્ચા ચાલ્યા કરતી હતી ગ્રંથકર્તા આગળ કહે છે કે એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળા બનારસી નામે લઘુ ભાઈ હતા, એનામાં કવિત્વ શક્તિ જેઈ ઉક્ત પાચે જ્ઞાનરસિકે તેની પાસે હૃદય ખોલીને વાત કરતા હતા. એક વખત સદરહુ સમયસાર ગ્રંથને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામા આવે તે ઘણું પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. અનારસીદાસે તેમની ઈચ્છા જાણું ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રથ કવિવરૂપે બનાવ્યું. તે ગ્રથ સવત ૧૬૯ના આસો સુદ ૧૩ રવિવારે સમાપ્ત કર્યો અને તે રથ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનનો રાજ્યઅમલ ચાલતા હતે. પ્રશતિને આ ભાગ બહુ સુંદર ચોપાઈ રાગને હેવાથી નીચે લખી લીધા છે. બહુત બડાઉ કહા કીજે, કારજ રૂપ વાત કહી લીજે; નગર આગરા મહેવિખ્યાતા, બનારસી નામે લઘુરાતા ૭૨૦ તાએ કવિત કલા ચતુરાઈ કપા કરે એ પચા ભાઈ એ પરચ રહિત હિચ ખેલે, તે અનારસી હસી બેલે ૭ર૧ નાટક સમૈસાર હીત જીકા, સુગમરૂપ રાજામલી ટીકા, કવિતા રચના જે હાઈ ભાષા ગ્રંથ પઢે સખ દેઈ ૭રર લખ બનારસી મનમહિ આન, કીજે તે પ્રગટે જીવવાની પંચ પુરૂષકી આજ્ઞા લીની, કવિત અંધકી રચના કીની ૭ર૩
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy