SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 111 બનારસી દાસ. પદ લખ્યાં છે તે પણ છપાઈ ગયાં છે. યશવિજય ઉપાધ્યાયના ૩૫૦ ગાથાના સ્તવન ઉપર તેમણે પૂર્યો છે. ત્રેવીસમા અને ચાવીશમા તીર્થંકરનાં સ્તવને આનંદઘનજીની ચાવીશી પૂર્ણ કરવા માટે તેમણે બનાવ્યાં છે જે સુંદર છે, છતાં આનંદઘનજીની શૈલીથી જુદાં પડી જાય છે. આ બાબત પર અગાઉ વિવેચન થઈ ગયું છે. ધર્મસાગર ઉપાધ્યાય: આ ધર્મસાગરજી જેમણે કલ્પકિરણવળી નામની કલ્પસૂત્રની ટીકા બનાવી છે અને જેઓની બુદ્ધિ તર્કના મુદ્દાઓ ઉઠાવવામાં તીવ્ર જણાય છે તે પણ આ જ સમયમાં થયા છે. તેઓને તત્કાલીન વિદ્વાને સાથે સારી રીતે બનાવ નહાતે એમ હકીક્ત સંભળાય છે. આ વિદ્વાન ઉપાધ્યાયની ઉપરોકત ટીકાપર શુબેધિકા ટીકામાં વિનયવિજયજીએ કેટલેક ઠેકાણે આક્ષેપ ક્ય છે તેનું રેગ્યાએગ્યપણું વિચારવા ચગ્ય છે. સંસારીપણુમાં તેઓ વિજયદેવસૂરિના સગા થતા હતા અને ગચ્છાધિપતિ બીજા નીમવાનું તે પણ એક કારણ હતું એમ સાંભળવામાં આવ્યું છે. એમણે નાની મોટી ઘણી રચનાઓ કરી છે. તેઓ તપગચ્છને ગુંડે ઉઠાવનાર અને શુરવીર હતા, શાસ્ત્ર અનુસારે દરેક કુમતનું ખંડન કરવું અને કેઈથી કઈ પણ પ્રકારે ડરવું નહિ એ તેમને મુદ્રાલેખ હતા. આ ઉપરાંત તે સમયમાં લાવણ્યસુદર જેમણે અનેક સઝા તથા દ્રવ્યસતતિકા બનાવી છે, ધર્મમંદિર ગણિ. સમયસંદર અને બીજા અનેક વિદ્વાન થઈ ગયા છે. આ કાળમાં લગભગ બાવન પિડિત માત્ર જૈન કેમમાં થઈ ગયા છે તે બતાવી આપે છે કે આ સમય બહ ઉપગી થઇ ગયે અને ઘણાં રત્નને ઉત્પન્ન કરી શકચે. હવે એ સમયમાં બીજા વિદ્વાને ક્યા ક્યા થયા તે જોઈએ જે ઉપરથી એ સમયની છાયા આનંદઘનજીની રચનાપર કેટલી પડી છે તે જાણવા સાથે ઐતિહાસિક ચર્ચા અને તેને અંગે અર્થવિચારણા ચર મજબૂત અસર કરનાર તત્તવાર કાંઈક વિશેષ પ્રકાશ પડી શકે. - બનારસીદાસઃ શ્વેતાંબર સંપ્રદાયના સદરહુ વિદ્વાને આ સમચમાં થયા એની સાથે દિગબરેમાં પણ કેટલાક વિદ્વાને થયા છે તે પૈકી બનારસીદાસનું નામ બહુ જાણીતું છે. સમયસાર નામના કુંદકુંદાચાર્યના ગ્રંથને તેઓએ એવી સુંદર ભાષામાં કવિત્વ રૂપે રજી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy