________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૭૯
પ્રમાણસમુચ્ચય–આ અનુષ્યભમાં છ પરિચ્છેદમાં રચાયેલી કૃતિ છે. એમાં ન્યાયદ્વાર અને હેતુચકડમરુ એ બે દિદ્ભાગની કૃતિઓને સરસ રીતે વણી લેવાઈ છે. આ એમની સર્વોત્તમ કૃતિ છે. એમની એકે કૃતિ સર્વાગે સંસ્કૃતમાં મળતી નથી. પ્રમાણસમુચના ટિબેટી રૂપાતર ઉપરથી એને પ્રથમ પરિચ્છેદ એચ. આર. રંગાસ્વામી આયંગરે તૈયાર કરી, એના ઉપરની ટિબેટી રૂપાતરવાળી પજ્ઞ ટીકામાથી તેમ જ જિનેન્દ્રબુદ્ધિની ટિબેટી રૂપાતરવાળી વિશાલામલવતી ૧ટીકામાથી અનેક પાઠ ઉદ્દત કરી એ સામગ્રીપૂર્વક એ પરિચ્છેદનું સંપાદન કર્યું છે. સાથે સાથે એમાં દિદ્ભાગની પ્રતિકૃતિ એમણે રજૂ કરી છે.
પ્રથમ પરિચ્છેદમા પ્રત્યક્ષ, બીજા બેમા અનુમાન–દ્વિતીય પરિરચ્છેદમા સ્વાર્થનુમાન અને ત્રીજામાં પરાર્થનુમાન, ચોથામાં દષ્ટાત, પાંચમામા અપાહ અને છટ્ટામાં જતિ એમ એક પછી એક વિષયને ન્યાય અપાવ્યો છે. દિનાગે પ્રથમ પિોતાના પક્ષનું વક્તવ્ય રજૂ કરી ન્યાય,વૈશેષિક, સાંખ્ય અને મીમાતાના મંતવ્યોની આલોચના કરી છે.
પ્રમાણસમુચ્ચય (પરિ. ૧, લે. ૧૪)મા વાદવિધિને ઉલ્લેખ છે. પરિ ૧, લે. ૧૮ની પજ્ઞ વૃત્તિમાં પણ આ કૃતિની નોધ છે.
૧ આનાં પ ૭૭ તેમ જ ૮૦મા માધવ નામના સાંખ્ય તત્ત્વજ્ઞાનીને ઉલ્લેખ છે.
૨ આ “માઈસોર યુનિવર્સિટિ પબ્લિકેશન” તરીકે ઇ. સ. ૧૯૩૦માં પ્રકાનિત કરાયુ છે. સપાદકે “રાજતનપ્રવીણ” ડે સર બ્રજેન્દ્રનાથ સીલને આ પુસ્તક અર્પણ કર્યું છે
બૌદ્ધ દર્શન (પૃ ૧૧૦)મા પ્રત્યક્ષ ઇત્યાદિની સાથે “પરીક્ષા” નામ જોડી છે પરિછેદોની કારિતાની સ ખ્યા અનુક્રમે નીચે મુજબ દર્શાવાઈ છે –
૪૮,૫૧, ૫૦, ૨૧, ૧૨ અને ૨૫ આમ આ કૃતિમાં ૨૪૭ પદ્યો છે.