SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૪૧ આ સબંધમાં પં. કલ્યાણવિજયજીએ “ગ્રંથકાર-પરિચય” (પત્ર ૧૮૪)માં કહ્યું છે કે આ જ ત્રણ પદ્યની સ્તુતિને “વિરહ' વડે અકિત જોઈ ત્રિસ્તુતિકા (ત્રણ-ઈ-વાળા) પિતાના મતની પુષ્ટિ માટે આને હરિભદ્રસૂરિકૃત રચના ગણે છે, પરંતુ “વિરહ” અંક સિવાય આ કૃતિને હારિભદ્રીય માનવાનું કોઈ કારણ નથી. વળી હરિભદ્રસૂરિની કૃતિઓમાં ‘વિરહ 'અંક જોવાય છે, પરંતુ એટલાથી જ એ બધી કૃતિઓ એમની જ છે એમ થોડું સિદ્ધ થાય તેમ છે, કેમકે વ્યાપ્તિને અભાવ છે. (૧૩૯) વીરાંગદથી આની એક હાથપથી ભા. પ્રા. સં. મં. મા છે. એને અંગેની મારી નોધ મારી પાસે નથી; એ તે આ સંસ્થા પાસે વર્ષો થયાં છપાયા વિનાની રહેલી છે જૈ, ચં. વગેરેમાં પ્રશ્નાર્થપૂર્વક આની નોધ છે. પં. બેચરદાસે પૂ. ૧૦૦મા આને અન્ય હરિભદ્રની કૃતિ કહી છે. (૧૪૦) વીસવીસિયા [વિશતિવિશિ] વિભાગ અને પદ્યસંખ્યા–જ. મામા પદ્યમાં રચાયેલી અને વિંશિકા” તરીકે અન્યત્ર નોંધાયેલી આ કૃતિ વીસ વિભાગમાં વિભક્ત છે પ્રત્યેક વિભાગમાં અસલ વીસ વીસ પડ્યો હોવાથી એ દરેકને વસિયા' કહે છે. આજે તે ચૌદમી વીસિયા પૂરેપૂરી મળતી નથી; ફક્ત છ જ પદ્યો મળે છે તેમ છતા સમગ્ર કૃતિને “વીસવીસિયા” કહે છે. વીસિયાનાં નામ–પહેલી વીસિયા (ગા. ૧૧-૧૫)માં વસે ૧ કેવળ મૂળ અચાન્ય મુનિવરેની વિવિધ કૃતિઓ સહિત “*. કે. પે સસ્થા” (રતલામ) તરફથી ઈ.સ ૧૯૨૭મા છપાયું છે. પ્રો. અત્યંકર દ્વારા સ પાદિત આ મૂળ કૃતિ ઈ સ ૧૯૩૨માં પ્રકાશિત થઈ છે એમા પણ ચૌદમી વીસિયાના છ જ પડ્યો છે આ સમગ્ર કૃતિની સંસ્કૃત છાયા, અ ગ્રેજી ટિપ્પણ, સંસ્કૃત પ્રસ્તાવના અને સંસ્કૃતમાં એક પરિશિષ્ટ વડે આ આવૃત્તિ શેભે છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy