________________
ધ્રાંગધ્રા, તા. ૨૨-૬-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી ડીસા. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિ. વિ. આપને પત્ર એક લખેલ. તે આપ શુદ્ધ બુદ્ધિથી વિચારશે તે ખાત્રી થશે કે આપે જ સમજાવેલ ધર્મનું ફળ છે. * અત્યાર સુધી શાસ્ત્ર અને સિદ્ધાંતના નામે જે વાત કરવામાં આવી તે નીચેની હકીક્તથી શાસ્ત્રના નામે ઊભી કરેલી ઈન્દ્રજાળ હતી. શાસ્ત્રની વાતે આચરવા માટે નહીં, પણ બોલવા પુરતી જ હતી. આપની પ્રભાવિત વાણીથી લોકો અજાઈ આપના હૃદયના ભાવને સમજી શક્યા નહીં, તે આપના પાપાનુબંધી પુન્યને જ આભારી છે. તે હકીકત સત્ય છે કે કેમ તે તે જ્ઞાની ભગવતે જ કહી શકશે.
આપણે બે તિથિઓ માનીએ છીએ. તે શાસ્ત્રદષ્ટિએ સો ટકા સાચી છે તેમ આપે કહેલ, અને તે સાચવવા માટે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખનારાઓને માટે વર્ગ હોવા છતાં આપે બે પૂનમની બે તેરસ કરી અને સંતોષ માનવા ખાતર પટ્ટક બનાવ્યા–પરંતુ ખાટી આરાધના શરૂ થઈ. આપે ઘણી વખત જાહેરમાં કહેલ છે કે હું એકલો રહીશ પણ સત્ય કદી છોડીશ નહીં. તેવી વાતો જ કરી, કદી કરી બતાવ્યું નહીં. હજુ પણ એકલા રહેવાનો દંભી અને માયાવી પડકાર ચાલુ રાખેલ છે. આપને શાસ્ત્ર પ્રત્યેનો પ્રેમ કૃત્રિમ છે કે કેમ અને તેથી કેવું પાપ બંધાય તે તે ગીતાર્થ પાપભીરુ ભગવતે જ નક્કી કરી શકે.
શાસ્ત્ર પ્રત્યે જેમને અથાગ પ્રેમ હોય તેમને એકલી તિથિ જ સાચવવાની વાત ન હોય, પરંતુ શાસનનો મુખ્ય આધાર સંચમ છે, તેને જીવવાનું અને જીવાડવાને અતિ આગ્રહ હોય.
વિભાગ પહેલે / ૧૧
શરૂ થઈ
જાડી
હવાને જીવિ છે કે સર કરી શકે