________________ વરજી મહારાજ સાહેબના - કૃપાપત્રો કર્યું છે માટે તે બાબતે હૃદયમાં જરા પણ અજપ રાખતા નહિ અને હૃદય ઉપર ખોટે ભાર પણ રાખતા નહિ. જ્ઞાનીએ જેરું બને છે. તમે તમારા પુરુષાર્થ દ્વારા ખૂબ નિર્જરા સાધી છે. હૃદયથી ખૂબ ખૂબ સ્વસ્થ બની પૂર્વની માફક જે રીતિએ શક્તિના સદુપયેાગ દ્વારા શાસનસેવા કરી રહ્યા હતા તે જ રીતિએ શાસનસેવા કરી સિદ્ધિપદને ખૂબ ખૂબ નજદિક બનાવવાનું સુંદરમાં સુંદર સામર્થ્ય પામે એ જ એકની એક–શુભાભિલાષા. (2) શીહી, ૨૦૩૫ના વિ. શુ. 15 ને શનિવાર દેવ-ગુરુભક્તિકારક સુશ્રાવક બાબુભાઈ જેગ ધર્મલાભ સાથે જણાવવાનું કે તમારા અને પત્રો મલ્યા. આશ્રી વિજયમાનતુંગસૂરિજી ઉપર તમે લખેલ પ્રથમ પત્રની નકલ, તેમના ઉત્તરની નકલ અને તા. ૧૦-પ-૭૯ના તમે લખેલ પત્રની નકલ મલી. તમારા પ્રયત્ન ખૂબ જ કલ્યાણકારી છે. તમને વાતનું જે મહત્ત્વ સમજાયું છે તે તેમને સમજાય તે સારું. છેલે આપણે માલણમાં સાફ કર્યું છે કે હવે આ બંધારણું સુંદર ન થઈ જાય ત્યાં સુધી કોઈપણ સ્થાને સભામાં ઊભા ન થવા જણાવેલ છે. * તમારી ધર્મની સમજ ઘણી જ અનમેદનીય છે. ધર્મની શકય આરાધના દ્વારા મુક્તિપદ વહેલામાં વહેલું મળે એવા સામર્થ્યના સ્વામી બને એ જ એકની એક-શુભાભિલાષા.