SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ વગેરે પણ આવી પહોંચ્યા હતા. સમુદાયના સંગઠન માટે આ અવસર અનુપમ છે એમ જાણીને શેઠશ્રી રમણલાલ વજેચંદ ખંભાતવાળા, શેઠશ્રી ચંદ્રકાન્તભાઈ બકુભાઈ, શેઠશ્રી રમેશભાઈ બકુભાઈ અને ભાઈ શ્રીકાન્ત એ માટે પ્રયાસ આદરતા તેમાં સફળતા મળી હતી. ચૈત્ર વદ ૫ તા. ૨૫-૪-૬૨ બુધવારે બપોરે શુભ મુહૂતે આ સંગઠનની શુભ જાહેરાત કરવાનું નકકી થતાં પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળામાં પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર નિશ્રામાં પૂજ્ય આચાર્યોદિ મુનિવૃન્દ તથા આગેવાન શ્રાવકસમૂહ એકઠા થયા હતા. એ વખતે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી નીચે મુજબના નિવેદન દ્વારા પોતાના સાધુસમુદાયના સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. નિવેદન : “શાસન, શ્રીસંઘ અને સમુદાયના હિતની દષ્ટિએ હું આજે ભૂતકાળ ભૂલી જઈને આખા સમુદાયનું સંગઠન જાહેર કરું છું. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી વગેરે સાથે પણ સમાધાન થઈ ગયું છે, જેથી હવેથી બધાએ પરસ્પરને વહેવાર બરાબર જાળવવાનો છે. હવે આખા સમુદાય માટે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. અને દરેકે તેનું બરાબર પાલન કરવાનું છે પછી હું હોઉં, આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી હોય કે નાનામાં નાને સાધુ હોય પણ બંધારણને વળગી રહીને ચાલવાનું છે. એટલે હવેથી કેઈ ભંગ ચલાવી લેવામાં આવશે નહિ તેમ જ કડકપણે બંધારણનો અમલ કરવાનું છે. એ ખુશી થવા જેવું છે કે સાધુઓ ખાનદાન છે, વિદ્વાન છે તેથી બંધારણનું અણીશુદ્ધ પાલન કરીને સમુદાયનું ગૌરવ વધારશે, એવી મને આશા છે. ગામેગામના આગેવાનોને પણ હું ભલામણ કરવાને છું કે બંધારણના પાલનમાં મુનિઓને જરૂર પ્રમાણે સહાયભૂત થાય. તિથિચર્ચા બાબતમાં તિથિ આપણી જ સાચી છે તેમાં શંકા જ નથી પરંતુ સકલ સંઘના એકયની આવશ્યક્તા સહુ કોઈ જાણે છે. તેથી કેઈ વખતે કદાચ કોઈ વિચાર કરવાનો પ્રસંગ ઊભું થાય તે તે વખતે હું આચાર્યશ્રી રામચંદ્રસૂરિજીની સલાહ સમ્મતિથી કરવાનું છું. મારા આ બંધારણમાં ઉપગી થવા માટે સુશ્રાવક તરીકે રમણલાલ વજેચંદ - ૧૦૨ / વિભાગ પહેલે
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy