SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. સિદ્ધાંત મહેદધિ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના સાધુસમુદાયનું સંગઠન [આ જ વિભાગના પૃષ્ઠ ૬૬ ઉપર ત્રીજા પેરાની શરૂઆતમાં બંધારણની કેપી મોકલ્યા જે નિર્દેશ કરેલ છે, તે કેપી, એટલે કે “ જૈન પ્રવચન પત્રમાં–સંગઠન, નિવેદન અને બંધારણની જાહેરાત થવા પ્રસંગે–પ્રગટ કરાયેલ સંપાદકીય નેધની કેપી અહીં આપેલ છે.] શ્રી જૈન પ્રવચનના તા. ૬-૫-૬૨ના અંકમાં ૧૩૫મા પાને પૂજ્ય પ્રવચનકાર મહાત્મા (શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી - મહારાજ સાહેબ)ના વિહારને લગતા સમાચારમાં જાહેર કરાયું હતું કે, પૂજ્ય પરમ ગુરુદેવશ્રીની સાથે પૂજ્ય આચાર્યદેવશ્રી ગીરધરનગર થઈ અમદાવાદ પધાર્યા. આ સમય દરમ્યાનમાં અનેક ભવ્યાત્માઓના પુણ્ય પ્રયાસથી, શ્રીસંઘના સદ્દભાગ્યે, કેટલાક વર્ષો થયાં જે અંતરાય ખડે થવા પામ્યો હતો તે દૂર થઈ જવા પામ્યો અને પૂજ્ય પરમ ગુરુદેવશ્રીએ પોતાના સમુદાયની સધાયેલી એકતાની શુભ જાહેરાત કરતાં શ્રીસંઘમાં ભારે આનંદની લાગણી પ્રગટી.” આ સમાચાર સંબંધી વિસ્તારયુક્ત સત્તાવાર વિગત અમને પ્રગટ કરવાને મળી છે. જે તેના અનુસંધાનમાં આ નીચે જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષના ફાગણ વદિ અને ચૈત્ર સુદિના દિવસોમાં પૂજ્ય સિદ્ધાંતમહેદધિ વયેવૃદ્ધ આચાર્યભગવાન શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાનું શારીરિક સ્વાચ્ય પાલણપુર, ઊંઝા અને મહેસાણું વગેરે સ્થળે વારંવાર વધારે પડતું બગડયું હતું. આ સમાચાર તેઓશ્રીના પટ્ટાલંકાર પૂજ્ય પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને મળતા, ખંભાતથી તરત જ વિહાર કરીને તેઓશ્રી સાબરમતીમાં પોતાના પરમ ગુરુદેવશ્રીની સેવામાં ઉપસ્થિત થયા હતા. પૂજ્ય આચાર્ય શ્રી વિજયજબૂસૂરીશ્વરજી વિભાગ પહેલે / ૧૦૧
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy