SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ' 5 ] क्षणभङ्गनिराकरणम् । १९३ ૭૨ એક જ દ્રવ્યની ત્રણે કાલમાં અનુયાયિતાને વિષે અર્થાત્ પદા'ની ત્રૈકાલિક સ્થિરતાને વિષે જન્મથી અધ બૌદ્ધ આ પ્રમાણે કહે છે... બૌદ્ધ—શિષ્ટ—(જ્ઞાની સજ્જન) એવા તમાએ એક દ્રવ્યમાં અનેક કાલાવ– સ્થિતિવાદ-અર્થાત્ એક દ્રવ્ય અનેક કાલ સુધી સ્થિર રહે છે, એવા વાદ–ને ઉપસ્થિત કર્યાં તે કઠણુ ન સમઝી શકાય તેવા ઊડા વિષય છે. કારણકે-પ્રમાણ મુદ્રા તા દરેક ક્ષણે વિનશ્વર પદાર્થના જ્ઞાનમાં જ સાક્ષિણી છે. અર્થાત્ ઉપરાકત તમારું કથન પ્રમાણુરૂપ નથી. તે આ પ્રમાણે-જે સત્ છે તે ક્ષણિક છે. વિવાદાસ્પદ શખ્સદ્ઘિ સત્ છે માટે તે ક્ષણિક છે. અન્ય પ્રસંગે સત્ત્વ ગમે તે હા પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં તે સત્ત્વ’ તરીકે અથ ક્રિયાકારિત્વ' જ અમાને ઈષ્ટ છે, અને તે અક્રિયાકારિત્વ' શબ્દાદિ ધીમાં પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ છે. અને વિપક્ષ(નિત્ય)માં વ્યાપકની અનુપલબ્ધિને કારણે વ્યાપ્ય રૂપ તેને (અથ ક્રિયાકારિત્વને) પણ અભાવ છે, કારણ કે-ક્ષણિકત્વની જેમ ક્રમ અને અક્રમ પણ સત્ત્વનાં વ્યાપક છે, અને ખાધદોષ પ્રમળ હાવાથી ક્રમ કે અક્રમ સિવાયના અન્ય કાઈ પ્રકાર વિષે શંકા પણ સંભવતી નથી, કારણ કે-ક્રમ નહિ' એમ ક્રમના નિષેધ કરવાથી અક્રમ (યોગપદ્ય) ના અને અક્રમ નહિ'' એમ અક્રમને નિષેધ કરવાથી ક્રમને જ સ્વીકાર થાય છે. હવે જો તે ક્રમ અને અક્રમ સ્થિર(નિત્ય) પદા થથી વ્યાવૃત્ત હોય અર્થાત્ તે અને સ્થિર પદાર્થીમાં જો ન હાય તા તેઓ તેમાંથી અક્રિયાને પણ વ્યાવૃત્ત કરે છે, અર્થાત્ તેમાં અક્રિયા પણ નહિ રહે. કારણ કે–વત માનમાં અક્રિયા કરવાના સમયે જો અતીત અને અનાગતમાં કરવાની અક્રિયા કરવામાં પણ પદાર્થ સમથ હોય તે તેને વમાન કાળે તે અતીત અને અનાગતની અક્રિયા કરવાના પ્રસ`ગ આવશે. અને વર્તમાનકાળે અતીત અને અનાગતની અક્રિયા કરવામાં જો અસમથ હાય તે અસમર્થ હાવાથી અતીત અને અનાગત કાળમાં પણુ અથ ક્રિયા કરી શકશે નહિ. §૩ શંકા-પદાર્થ અક્રિયા કરવાને સમથ તા છે પણ અપેક્ષણીય— સહકારીએ પાસે ન હોય તેા અક્રિયા કરતા નથી અને સહકારી કમાં હાય તા અક્રિયા કરે છે. નજી સમાધાન-પદાર્થ ને સહકારીઓની અપેક્ષા શા માટે છે ? શુ· પાતાની ઉત્પત્તિ માટે, ઉપકાર માટે કે કાયર માટે અપેક્ષા છે ? પહેલા પક્ષ તા ચાગ્ય નથી {, રણુ કે વસ્તુ કારણને આધીન હોય અર્થાત્ અનિત્ય સ્વરૂપ હાય કે નિત્ય સ્વરૂપ હાય પણ તે તે પહેલેથી જ સિદ્ધ છે. બીજો પક્ષ પણ ચેાગ્ય નથી, કારણ કે ખુદા સ્વયં અક્રિયા કરવા જો સમથ હાચ તે તેને સહકારીઓને ઉપકાર નકામા છે અર્થાત્ સ્વયં સમર્થ હોવાથી ખીજાના સહકારની તેને જરૂર નથી. અથવા જો પદાર્થ સ્વયં અક્રિયા કરવા અસમર્થ છે તે પણ તેને સહકારીઆના ઉપકાર નામે છે. અને એ રીતે. પદાર્થ પાતે જ જો સમર્થ છે, તે ઉપકાર શાને માટે? તે જ રીતે પટ્ટાથ સ્વંય જો અસમર્થ છે તે પણ ઉપકાર શાને માટે
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy