________________
१७५
૪. ] तदुत्पत्तितदाकारयोः कारणत्वनिषेधः।
આનું વ્યવચ્છેદ્ય બતાવે છે–
તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા પ્રમાણુ પ્રતિનિયત અર્થનું પ્રકાશક નથી કારણ કે એકલી તદુત્પત્તિ કે તદાકારતા અથવા સમુદિત તદુત્પત્તિ અને તદાકારતાને કારણ માનવામાં વ્યભિચાર છે. ૪૭,
S૧. પ્રમાણ દ્વારા અર્થ પ્રકાશનમાં તદુત્પત્તિ અને તદાકારતાને કારણ માનનાર(બૌદ્ધ)ને ગ્રંથકાર પ્રશ્ન કરે છે કે-જ્ઞાન એકલી તદુત્પત્તિ અને એકલી તદાકારતા દ્વારા પ્રતિનિયત અર્થનું વ્યવસ્થાપક છે કે સમુદિત તદુત્પત્તિ-તશાકારતા દ્વારા પ્રતિનિયત અર્થનું વ્યવસ્થાપક છે? જે પહેલે પક્ષ કહો તે કપાલ (ઠીક) કલશના અન્ય ક્ષણને અને એક સ્તંભ બીજા સ્તંભને વ્યવસ્થાપક થઈ જશે કારણ કે-કલશના નાશને કારણે ઉત્પન્ન થયેલ કપાલમાં કેવલ તદુત્પત્તિ અને સમાન આકારવાલા બે સ્તંભમાં કેવલ તદાકારતાને સદ્ભાવ છે. બીજો પક્ષ કહો તે કલશને ઉત્તર ક્ષણ કલશના પૂર્વેક્ષણને વ્યવસ્થાપક થે જોઈએ કારણ કે અહીં સમુદિત તદુત્પત્તિ અને તદાકારતા છે.
બૌદ્ધતત્પત્તિ અને તદાકારતા હોવા છતાં જ્ઞાન જ અર્થનું વ્યવસ્થાપક છે, પણ જડ રૂપ અર્થ વ્યવસ્થાપક નથી.
જેન–તમારું આ કથન ન્યાયસિદ્ધ નથી. કારણ કે સમાન અને વિષય કરનાર સમનત્તર પ્રત્યયથી ઉત્પન્ન થનાર જ્ઞાનથી આમાં વ્યભિચાર છે. કારણ કે તમેએ કહેલ અર્થવ્યવસ્થાપકનું સંપૂર્ણ લક્ષણ તેમાં હોવા છતાં પણ તે જ્ઞાન પિતાના જનક પૂર્વજ્ઞાનને વિષય કરતાં નથી. અર્થાત્ ઉત્તર ઘટજ્ઞાનમાં પૂર્વજ્ઞાનથી ઉત્પત્તિ અને પૂર્વજ્ઞાનને આકાર હોવા છતાં પણ તે જ્ઞાન વિષય પૂર્વજ્ઞાન બનતું નથી પણ ઘટ જ બને છે, માટે વ્યભિચાર છે. માટે સમુદિત તદુપત્તિ તદાકારતા પણ પ્રતિનિયત અર્થ પ્રકાશનમાં કારણ નથી.
હર વળી, જ્ઞાનમાં અથકારતા-તદાકારતા એ શું છે કે જેના બળથી પ્રતિનિયત અને પરિરછેદ-બોધ થાય છે ? શું તે અર્થાકારેલેખિત્વ છે કે અર્થાકારધારિત્વ છે ? પહેલે પ્રકાર કહે તે અર્થાકારે લેખ તે અર્થપરિ. છેદરૂપ જ છે અને તેથી જ્ઞાન પ્રતિનિયત અર્થના પરિચ્છેદથી પ્રતિનિયત અર્થનું પ્રકાશક છે એવું તમારું કહેવું થયું અને આથી હેતુમાં સાધ્યાવિશિષ્ટત્વ-સાધ્યસમત્વ દેષ આવે છે અર્થાત્ હેતુ અને સાથે બંને સમાન થઈ ગયા. બીજા પ્રકારમાં જ્ઞાનનું અર્થાકારધારિત્વ સંપૂર્ણપણે છે કે એક દેશથી ? પ્રથમ પક્ષ કહે તે અર્થ જડ હોવાથી સંપૂર્ણ અર્થાકારને પામેલું જ્ઞાન પણ જડ થઈ જશે, જેમકે-અને ઉત્તરક્ષણ. એટલે કે જ્ઞાનમાં પ્રમાણ રૂપતાને અભાવ થશે, કારણ કે તે સંપૂર્ણપણે પ્રમેય અથરૂપતાને ધારણ કરનાર છે. ઉત્તરાર્થક્ષણની જેમ. જ્ઞાનમાં નીલત્વાદિરૂપ એક દેશથી અર્થાકાર ધારિત છે, એ બીજો પક્ષ કહો તે પ્રશ્ન એ છે કે અજડાકાર જ્ઞાનમાં જડ સ્વભાવ (જડાકારતા)ને સંભવ નથી તે અજડાકાર જ્ઞાન (તદાકાર ન હોવાથી) જડતાવિશિષ્ટ અને કઈ રીતે જણાવશે ? કારણ કે-૨સને નહિ જાણનાર રૂપજ્ઞાનથી