SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૪, ૨. शब्द नित्यत्वनिरासः । ૦૨ अथ रूपं धर्मः; धर्मधर्मिणोश्च भेदात्, तदुत्पत्तावपि न भावस्वभावान्यत्वमिति चेत्, ननु धर्मान्तरोत्पादेऽपि भावस्वभावोऽजनयद्रूपस्वरूपस्तादृगेव चेत्, तदा पटा दिनेव श्रोत्रेण घटादेखि ध्वनेर्नोपलम्भः संभवेत् । तत्संबन्धिनस्तस्य करणाददोष इति चेत्, स तावत् संबन्धो न संयोगः, तस्याऽद्रव्यत्वात् । समवायस्तु कथञ्चिदविवग्भावान्नान्यो भवितुमर्हतीति तदात्मकधर्मोत्पत्तौ धर्मिणोऽपि कथञ्चिदुत्पत्तिरनिवार्या | आवरणापगमः संस्कारः क्षेमकार इति चेत्, स तर्हि शब्दस्यैव संभाव्यते, ततश्चैकत्रावरणविगमे समग्रवर्णाकर्णनं स्यात् । प्रतिवर्णं पृथगावरणमिति यस्यैवावरणविरमणम् तस्यैवोपलब्धिरिति चेत् तन्नावितथम् । अपृथग्देशवर्त्तमानै केन्द्रियप्राह्माणां प्रतिनियताssवरणाssवार्यत्वविरोधात् । यत् खलु प्रतिनियतावरणावार्यम्, तत् पृथग्देशे वर्तमानम्, अनेकेन्द्रियग्राह्यं च दृष्टम्, यथा घट-पटौ, यथा वा रूप-रसाविति । अपृथग्देशवर्त्तमानै केन्द्रियग्राह्यत्वादेव च नास्य प्रतिनियतव्यञ्जकव्यङ्गचत्वमपि । વળી, આ ધ્વનિએ કેાને શુ કરે છે જેથી તે વ્યંજક કહેવાય છે ? મીમાંસક—શબ્દમાં, શ્રોત્રમાં કે શબ્દ અને શ્રોત્ર ઉભયમાં સ ́સ્કાર કરે છે, તેથી તે વ્યજક કહેવાય છે, જૈન--અહીં શબ્દાદિમાં સંસ્કાર એ શું છે ? શુ રૂપાન્તરની ઉત્પત્તિ છે કે આવરણના નાશ છે. ? રૂપાન્તરની ઉત્પત્તિ રૂપ સંસ્કાર હાય તા—શબ્દ અને શ્રેત્ર અનિત્ય કેમ નહિ થાય? કારણ કે સ્વભાવાન્યત્ય' એ જ અનિત્યત્વનું લક્ષણ છે. • " - મીમાંસક--રૂપ’ એ ધર્મ છે અને ધર્મ તથા ધમીને ભેદ છે. માટે રૂપાન્તરની ઉત્પત્તિ થવા છતાં પદાર્થીમાં સ્વભાવાન્યત્ર થતુ નથી. જૈન-તે પછી ધર્માન્તરની ઉત્પત્તિ થવા છતાં ભાવસ્વભાવનું તે રૂપાન્તર થયુ' નથી, તેથી તે તેવા જ છે, જો એમ તમે માનતા હૈ। તા-જેમ પટાથિી ઘટાદિની ઉપલબ્ધિ(જ્ઞાન) થતી નથી તેમ શ્રોત્રથી ધ્વનિ-શબ્દની પણ ઉપલબ્ધિ નહિ થાય. મીમાંસક—શબ્દ અને શ્રોત્રના સસ્કાર-રૂપાન્તરાત્પત્તિ તે ખન્નેથી ભિન્ન છતાં તેમના સાધી તે તે સંસ્કાર છે જ. તેથી ઉક્ત દોષ ઉપલબ્ધિ ન થવી તે, છે નહિ, જૈન—શ્રોત્ર અને શબ્દ સાથે સંસ્કારના સયાગ સંબંધ તે નથી. કારણ કે-તે સ ́સ્કાર એ દ્રવ્ય નથી અને સાગ તે એ દ્રવ્યાના થતા હાવાથી અહીં તે ઘટે નહિ અને સમવાય તા કથંચિત્ તાદાત્મ્યરૂપ સિવાય અન્ય રૂપે ઘટી શકતા નથી એટલે 'સ્કારની ઉત્પત્તિ હાય તા તેની સાથે તાદાત્મ્ય સંબંધ ધરાવતા શબ્દ અને શ્રોત્રરૂપ ધર્મની પણ કથંચિત્ ઉત્પત્તિ માનવી જ જોઇએ. મીમાંસક—તે પછી સંસ્કાર એટલે આવરણના નાશ એ ખીજો પક્ષ ક્ષેમકર છે, અર્થાત્ એ બીજો પક્ષ જ અમે સ્વીકારીશું',
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy