________________
૧૬૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા મહેકથી આરાયુત સુધીમાં અનુક્રમે કાંઈક અધિક સાત સાગરોપમ, ત્રણથી અધિક સાત સાગરેપમ, સાતથી અધિક સાત સાગરેપમ, દશથી અધિક સાત સાગરોપમ, અગિયારથી અધિક સાત સાગરોપમ, તેરથી અધિક સાત સાગરોપમ, પંદરથી અધિક સાત સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે.
આરણ અય્યતની ઉપર નવ રૈવેયક, ચાર વિજય આદિ .. અને સર્વાર્થસિદ્ધમાં અનુક્રમે એકએક સાગરેપમ અધિક સ્થિતિ છે.
વિશેષાર્થ સમજૂતી અહીં વૈમાનિક દેવોની જે સ્થિતિ ક્રમથી બતાવવામાં આવી : છે, તે ઉત્કૃષ્ટ છે. તેમની જઘન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે, પહેલા સ્વર્ગમાં બે સાગરોપમની, બીજ સ્વર્ગમાં બે સાગરોપમથી કાંઈક અધિક, ત્રીજામાં સાત સાગરોપમની, ચેથામાં સાત સાગરપમથી કાંઈક અધિક, પાંચમોમાં દશ સાગરેપમની, છઠ્ઠામાં ચૌદ સાગરોપમની, સાતમામાં સત્તર સાગરેપની, આઠમામાં અઢાર સાગરોપમની; નવમા-દશમામાં વીસ સાગરોપમની અને અગિયારમાંબારમા સ્વર્ગમાં બાવીસ સાગરોપમની સ્થિતિ છે. નવ રૈવેયમાંના પહેલા સૈવેયકમાં તેવીસ સાગરોપમની, બીજામાં ચોવીસ સાગરોપમની, એ રીતે એકએક વધતાં નેવમાં રૈવેયકમાં એકત્રીસ સાગરેપમની સ્થિતિ છે. પહેલાં ચાર અનુત્તર વિમાનમાં બત્રીસ અને સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૩-૩૮]
૧ દિગંબરની ટીકાઓમાં અને કયાંક ક્યાંક વેતાંબર ગ્રન્થોમાં પણ વિજય આદિ ચાર વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરેપમની માની છે. જુઓ આ અધ્યાયના સૂ. ૪રનું ભાષ્ય. “સંગ્રહણમાં ૩૩ સાગર- . ' પમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે.