SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા . ૧૨૩ અંતર પડતું નથી, અને એક પળભર શુભ પણ થતા નથી. [૩] તે પ્રથમ તે. નરકમાં ક્ષેત્રરવભાવથી જ શરદી-ગરમીનું ભયંકર : તે દુ:ખ તો હોય છે જ; પરન્તુ ભૂખ અને તરસનું દુઃખ એનાથી પણ વધારે ભયંકર હોય છે. ભૂખનું દુઃખ એટલું અધિક હોય છે કે અગ્નિની માફક બધું ખાતાં પણ શાંતિ થતી નથી, ઊલટું ભૂખની જવાલા તેજ થતી જાય છે. તરસનું કષ્ટ એટલું અધિક છે કે ગમે છે તેટલું પાણી હોય તે પણ એનાથી તૃપ્તિ થતી જ નથી. આ દુઃખ તે ઉપરાંત વધારે મોટું દુઃખ તો એમને પરસ્પરમાં વૈર અને મારપીટથી . થાય છે. જેમ બિલાડી અને ઉદર તથા સાપ અને નોળિયો જન્મ- શત્રુ છે, તેમજ નારક છે પણ જન્મશત્રુ છે. આથી તેઓ એક. બીજાને જોઈને કૂતરાની માફક પરસ્પર લડે છે, કરડે છે અને ગુસ્સાથી બળે છે; આથી તેઓ પરસ્પરજનિત દુઃખવાળા કહેવાય છે. [૪] - નારકોની ત્રણ પ્રકારની વેદના મનાય છે; એમાંથી ક્ષેત્રસ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાનું વર્ણન પાછળ કર્યું છે. ત્રીજી વેદના પરમાધાર્મિકજનિત છે. પહેલા બે પ્રકારની વેદનાઓ સાતે ભૂમિઓમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફકત પહેલી ત્રણ ભૂમિમાં હોય છે, કેમકે એ ભૂમિમાં પરમધાર્મિક છે. પરમાધાર્મિક એક પ્રકારના અસુર દેવ છે, જે ઘણું જ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની અંબ, અંબરીષ આદિ પંદર જાતિઓ છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતૂહલી હોય છે કે એમને - બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે, આથી તેઓ નારકોને : - અનેક પ્રકારના પ્રહારોથી દુઃખી કર્યા જ કરે છે. તેઓ કૂતરા, પાડા અને મલ્લોની માફક તેમને પરસ્પર લડાવે છે, અને તેઓને અંદર. . અંદર લડતા કે મારપીટ કરતા જોઈને તેઓ બહુ ખુશ થાય છે. જો કે આ પરમધામિક એક પ્રકારના દેવ છે, અને તેઓને બીજાં - પણ સુખનાં સાધન છે, તે પણ પૂર્વજન્મકૃત તીવ્ર દોષના કારણથી
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy