SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Sા Turi છે. તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૫૩ - જુદાપણું ધરાવનારા તે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ વડે સંકડે ઘડામાં એકાકાર બુદ્ધિ થાય અને વિશેષ ધર્મ વડે મનુષ્ય પોતપોતાનો : લીલો, પીળો ઇત્યાદિ રંગથી કે કઈ એવા ભેદથી પોતાનો ઘડો ઓળખે છે. જુસૂત્ર નય જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનને જ સ્પર્શ કરે તે જુસૂત્ર નય છે. " . જે કે માનવી-કલ્પના ભૂત અને ભવિષ્યને છેક જ છોડી નથી ચાલી શકતી, છતાં ઘણી વાર મનુષ્ય-બુદ્ધિ તાત્કાલિક પરિણામ તરફ રે ઢળી માત્ર વર્તમાન તરફ વલણ પકડે છે. આવી સ્થિતિમાં એમ માનવા પ્રેરાય છે કે જે ઉપસ્થિત છે એ જ સત્ય છે, તે જ કાર્ય5 કારી છે અને ભૂત કે ભાવિ વસ્તુ અત્યારે કાર્યસાધક ન હોવાથી શુન્યવત છે. વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય પણ ભૂત સમૃદ્ધિનું સ્મરણ કે ભાવિ સમૃદ્ધિની એ કલ્પના એ વર્તમાનમાં સુખ-સગવડ પૂરાં ન પાડતાં હોવાથી એને | સમૃદ્ધિ કહી ન શકાય. એ જ રીતે જે છોકરો હયાત હોઈ માતા* પિતાની સેવા કરે તે પુત્ર છે; પરંતુ જે છોકરો ભૂત કે ભાવિ હોઈ આજે નથી તે પુત્ર જ નથી. આ જાતના માત્ર વર્તમાન પૂરતા - વિચારો જુસૂત્ર નયની કોટિમાં મૂકવામાં આવે છે. - ' આ નય નામ, સ્થાપના, દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપાને માનતો નથી, - માત્ર ભાવ નિક્ષેપાને જ માને છે, કારણ કે તે પરિણામગ્રાહી છે. '; એટલે વ્યક્તિ જેવા ગુણોમાં વર્તમાનકાળે પરિણામે-વર્તે તે પ્રમાણે તે વસ્તુને કહે છે. જેમ કોઈ જીવ ગૃહસ્થ છે, પણ અંતરંગ મુનિ પરિણામે વર્તે છે તેથી મુનિ કહેવાય છે. જે જેવો હોય તે તેને બેલા . એ ઋજુસૂત્ર નયનો ઉદ્દેશ છે. • • • • • - -
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy