SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર मूलम्- जे मायरं च पियरं च हिच्चा, गारं तहा पुत्त पसुंधणं च। कुलाई जे धावइ साउगाई, अहाहु से सामणियस्स दूरे ॥२३॥ અર્થ : માતા પિતા, પુત્ર, દીન અને ગૃહનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરવા છતાં પણ જે સાધુ રસને લૂપી બનીને જ્યાં સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થતું હોય એવા ઘરમાં જ જાય છે તે સાધુ સાધુપણાથી હમેશાં દૂર જ રહે છે. એમ શ્રમણ ભગવાન મહાવીર કહે છે. ટિપ્પણી: રસલુપતાથી સંયમને હાનિ થાય છે. मलम्- कुलाई जे धावइ साउगाई. आधाति धम्म उदराणगिद्वे । अहाहु से आयरियाणं सयंसे, जे लावएज्जा असणस्स हेऊ ॥२४॥ અર્થ ? જે સાધુ સ્વાદિષ્ટ ભજન લેપ થવાથી આવું ભેજન મળે એવા ઘરમાં જાય અને ત્યાં જઈને ધર્મોપદેશ આપે તે સાધુનાં આચારને સતાંશ ભાગ પણ પાળતું નથી. એટલે કે આચાર્યનાં જે ગુણે સાધુમાં હોવા જોઈએ તે તેનામાં રહેતાં નથી. જે સાધુ આહારનાં માટે પિતાનાં ગુણોની પ્રશંસા કરે અને કરાવે તે પણ સાધુતાહીન છે. मूलम्- णिक्खम्म दीणे परभोयणमि, मुहमंगलीए उदराणुगिद्वे । नीवारगिद्ध व महावराहे, अदूरए एहिइ घातमेव ॥२५॥ અર્થ : જેઓ મયમ ગ્રહણ કરવા છતાં આહારના વિષયમાં દીનતા બતાવે છે, જેઓ આહાર મેળવવા માટે દાતાની પ્રસ સા કરે છે, તેઓ ચેખાના દાણામાં આસક્ત થયેલાં મોટા ભૂંડની જેમ ઉદરપોષણ માટે લોલુપી થઈને ભ્રષ્ટ થાય છે. અર્થાત્ સિદ્ધિ પ્રાપ્ત કરવાનાં બદલે સંસારમાં દુઃખનું વેદન કર્યા કરે છે. मूलम्- अन्नस्स पाणस्सिहलोइयस्स, अणुप्पियं भासति सेवमाणे । पासत्थयं चेव कुशीलयं च, निस्सारए होइ जहा पुलाए ॥२६॥ અર્થ : જે સાધુ અન, પાણી અથવા વસ્ત્રાદિનાં માટે દાતાની સેવકની માફક સેવા કરે છે અથવા ખુશામત કરે છે તે સાધુ શિથિલાચારી અને કુશીલ છે. તે ડાંગરના ભુસાની માફક નિસાર થઈને એટલે કે સયમથી રહિત થઈને ભટકે છે. ટિપ્પણી :-જેમ ભૂસ્સામાં કઈ સ્વાદ હોતે નથી તેમ તેને સંયમ પણ સાર વિનાને બની જાય છે. मूलम्- अण्णापिंडेणऽहियासएज्जा, णो पृयणं तवसा आवहेज्जा। सहि रुवेहिं असज्जमाणं, सव्वेहि कामेहि विणीय गेहि ॥२७॥ અર્થ : સાધુએ અજ્ઞાત ઘરોમાં જઈને આહાર લઈ સયમનું પાલન કરવું જોઈએ. તપશ્ચર્યા દ્વારા સત્કાર સન્માનની ઈચ્છા કરવી નહિ મનોજ્ઞ શબ્દ અને રૂપમાં આસકત થવું નહિ સમસ્ત કામોગાની લાલસા તજીને સંયમનું પાલન કરવું જોઈએ.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy