SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૭ મરી જાય છે કોઈ જીવ આયુષ્ય પૂરું કર્યા પહેલાં પણ એટલે કે કુમારાવસ્થામાં કે યુવાવસ્થામાં કાળધર્મને પામે છે. આવા વિરાધક જી અકાળે એટલે મરણકાળ પૂરે થયા પહેલાં પ્રૌઢ અવસ્થામાં તેમજ વ્યાધિઓની અવસ્થામાં મરણને શરણે થાય છે. ટિપ્પણીઃ આવા ઘેર હિંસા કરનારા જ અલ્પ આયુષ્યવાળા અને અકાળે મૃત્યુને ભેટવાવાળા હોય છે मूलम्- संबुज्झहा जंतवो ! माणुसतं, दटुं भयं बलिसेणं अलंभो। एगंतदुक्खे जरिए व लोए, सक्कसुणा विप्परियासुवेइ ॥११॥ અર્થ : હે જી ! મનુષ્યભવ દુર્લભ છે. તે યથાર્થ તત્ત્વને બરાબર સમજે. અજ્ઞાની જન સમજણના અભાવે ચારેય ગતિનાં ભય અને દુઓને જોઈ કે સમજી શકતો નથી. આ આખો લેક તાવમાં પટકાયેલાં મનુષ્યની માફક એકાંતપણે દુઃખનો અનુભવ કરે છે આ જીવ પિતાનાં કર્મોના ફળરૂપે વિપરીત દશાનો અનુભવ કરી રહ્યો છે પિતાનાં અજ્ઞાનપણાના લીધે જ વિપર્યાસપણું ભગવે છે એટલે સંસારનાં જડ પદાર્થોમાં ભ્રાંતિના લીધે સુખની કલ્પના કરી રહ્યા છે તે તેનુ વિપર્યાસપણુ છે તેથી દુખને પ્રાપ્ત થાય છે. ટિપ્પણી: મનુષ્યપણુ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, રૂપ આરેગ્ય, દિર્ધાયુષ, પ્રજ્ઞા, સત્ય ધર્મનુ શ્રવણ અને તેનું ગ્રહણ શ્રદ્ધા તેમજ સયમની પ્રાપ્તિ થવી આ લેકમાં અતિ દુર્લભ છે માટે આ દુર્લભ એવા મનુષ્ય ભવમાં વિવેકપ્રકટ કરી જાગૃત રહેવું. मूलमू- इहेग मूढा पवयंति मोक्खं, आहार संपज्जणवज्जणेणं । एगे य सीओदगसेवणेणं, हुएण एगे पवयंति मोक्खं ॥१२॥ અર્થ: આ લેકમાં અજ્ઞાનીજને એવું એવું બોલ્યા કરે છે કે “મીઠાન” (લવણ) ત્યાગ કરવાથી મેક્ષ મળે છે કે કેઈ અજ્ઞાની છે એવી પ્રરૂપણું કરે છે કે સચિત અને શીતળ જળનાં સેવનથી તેમજ હોમહવન યજ્ઞ કરવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. ટિપ્પણ: “મીઠા” નો અર્થ સ્વાદિષ્ટ ભજન એ કરવામાં આવ્યું છે એટલે રસની પુષ્ટિ કરનારા પદાર્થો (લવણ મુખ્ય છે) નો ત્યાગ કરે અને તેથી મળે છે તેમ અજ્ઞાની છો બોલે છે मूलम्- पाओसिणाणादिसु णत्थि मोक्खो, खारस्स लोणस्स अणासएणं । ते मज्जमंसं लसुणं च भोच्चा अनत्थ वासं परिकप्पयंति ॥१३॥ અર્થ : ઉપરના અજ્ઞાનીના કથનને અસત્ય ઠરાવવા માટે જ્ઞાનીઓ તેઓના મતનું ખંડન કરી સ્પષ્ટીકરણ કરે છે કે પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી વળી લવણયુક્ત સ્વાદિષ્ટ ભેજનથી મોક્ષ મળતો નથી ઊલટું તેમ કરનાર તેમ જ મઘ, માંસ અને લસણું જેવા તામસી પદાર્થોનું સેવન કરીને સંસારમાં પરિભ્રમણ થાય છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy