SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ पंचमाऽध्ययनस्य द्वितीयोदेशकः પૂર્વભૂમિકા – પાંચમાં અધ્યનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે. હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. આને પણ પહેલાં ઉદ્દેશક સાથે સબંધ છે આમાં પણ એ જ વસ્તુને વિસ્તારથી જણાવી છે. मूलम्- अहावरं सासयदुक्खधम्म, तं मे पवक्खामि जहातहेणं । बाला जहा दुक्कडकम्मकारी, वेदंति कम्माइं पुरे कडाइं ॥१॥ અર્થ ? ત્યાર પછી હમેશાં દુઃખ આપવું એ જ જેનો ધર્મ છે એવા બીજા નરક સંબધમાં તમને યથાર્થરૂપે હું કહીશ જે રીતે પાપકર્મ કરનાર અજ્ઞાની છ પૂર્વે કરેલાં પોતાના કર્મનું વેદન કરે છે मूलम्- हहिं पाएहि य वंधिऊण, उदरं विकत्तंति खुरासिएहि । गिण्हित्तु वालस्स विहत्तुं देह, बद्धं थिरं पिट्ठओ उद्धरंति ॥२॥ અર્થ : પરમાધામી દેવે હાથ ને પગ બાંધીને અસ્ત્રાથી અને તલવારથી નારકીના પેટને ચરે છે - અજ્ઞાની નારકીને પકડીને તેના શરીરને ભેદી ઘાયલ કરી, તેમને પકડીને પીઠની પાછળની ચામડીને બળાત્કારથી ઉખેડી નાંખે છે मूलम्- वाहू पकत्तंति य मूलओ से, थूलं वियासं मुहे आडहंति । रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विज्झंति तुदेण पिढे ॥३॥ અર્થ : નરકપાળ નારકીના જીવની ભૂજાઓને મૂળમાંથી કાપે છે. મુખને ફાડીને લોખંડના તપાવેલા ગેળા નાખીને નારકીને બાળે છે. તપ્ત રથમાં જેડીને પૂર્વે કરેલાં પાપકર્મોનું સ્મરણ કરાવે છે. અજ્ઞાની નારકીના જીને કેજથી ચાબુકથી પીઠનાં ભાગમાં મારે છે. मूलम्- अयं व तत्तं जलियं संयोइ, तउवमं भूमिमणुक्कमंता । ते डज्जमाणा कलुणं थणंति, उसुचोइथा तत्तजुगेसु जुत्ता ॥४॥ અર્થ : તપાવેલા લોખંડના ગળા સમાન જતિ સહિત જલતી ભૂમિની ઉપમા ચોગ ભૂમિમાં ચાલતાં નારકીના છ બળતાં થકા, બાણુના આગલા ભાગથી મારતાં પ્રેરિત કરાયેલા તપેલી ધૂસરીમાં જોડવાથી કરૂણાયુક્ત રૂદન કરે છે. मूलम्- वाला बला भूमिमणुक्कमंता, पविज्जलं लोहपहं तत्तं । जंसि भिदुग्गंसि पवज्जमाणा, पेसेव दंडेहिं पुराकरंति ॥५॥ અર્થ : અજ્ઞાની નારકીના જીને બળાત્કારથી બળેલા લેહમાર્ગ સમાન તપ્તહી તથા પરના કિચડવાળી ભૂમિપર ચલાવતાં થકા ખરાબ રીતે બૂમ પાડે છે જેમાં અતિ કઠણ સ્થાન પર ચાલવા પ્રેરિત કરીને બળદની જેમ દંડાઓ વડે ચલાવે છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy