SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્પયન ૩, ૯ ૩ નારા સંગ્રામમાં ખાડા વિગેરેનુ અન્વેષણ કરનાર કાયર પુરૂષની માફક જ સંયમમાં પણ એ જ વિચાર કરે છે. भूलम्- जे उ संगामकालंमि, नाया सूरपुरंगमा । ___णो ते पिटुमुवेहिति, किं परं मरणं सिया ॥६॥ અર્થ : પરતુ જે પુરૂષ જગતપ્રસિદ્ધ વીરપુરૂષોમાં અગ્રેસર છે તે યુદ્ધ સમયે પાછા હટવાની વાત પર ધ્યાન આપતો નથી મરણથી બીજું શુ વધારે હોઈ શકે એમ વિચારે છે) ટિપ્પણું - વીરપુરૂષે યુદ્ધ આવી પડે તે પાછા હટવું કે ગર્ત આદિનું અન્વેષણ કરતાં નથી. એમ વિચારે છે કે મોતથી વધારે શું થશે ? યુદ્ધમાં વિજયી થઈશ તે જગતમાં મારી કીર્તિ થશે અને લડતાં પ્રાણ ગુમાવીશ તે લેકે મારા ચશગાન ગાશે. मूलम्- एवं समुट्ठिए भिक्खू, वोसिज्जाऽगारबंधणं । आरंभं तिरियं कटु, अत्तत्ताए परिव्वए ॥७॥ અર્થ : એજ પ્રકારે ગૃહબ ધનને ત્યાગ કરીને આરભને છોડીને સયમ - પાલનમાં તત્પર થયેલ સાધુ મોક્ષપ્રાપ્તિ માટે સંયમમાં જ દતચિત્ત બની વિચરે मूलम- तमेगे परिभासंति, भिक्ख्यं साहजीवियं । जे एवं पगिभासंति, अंतए ते समाहिए ॥८॥ અર્થ : ઉત્તમ આચારથી નિર્વાહ કરનાર ભિક્ષુના વિષયમાં કોઈ અન્ય દર્શની આક્ષેપવચન કહે છે એ આક્ષેપવચન કહેનારા અન્યદર્શનીએ સમાધિમાર્ગથી દૂર છે. भूलम्- संबध्ध समकप्पा उ, अन्नमन्नेसु मुच्छिया । पिडवायं गिलाणस्स, जं सारेह दलाह य ॥९॥ અર્થ : આ લોકે ગૃહસ્થની માફક વ્યવહાર કરે છે, તેઓ એક બીજામાં આસક્ત છે. રેગી સાધુના માટે આહાર અન્વેષણ કરીને લાવી આપે છે. ટિપ્પણી - અન્ય મતાલબીઓ જૈન સાધુઓ માટે આ પ્રકારે ટીકા કરે છે કહે છે કે ગૃહસ્થની માફક શ્રમણે રાગથી બધાયેલા હોય છે. અનુરાગના કારણે એક બીજાની સેવા કરે છે જેમ ઘરમાં માતા-પિતા પુત્ર-પત્ની આદિ એક બીજા પ્રત્યે રાગ નેહ રાખે છે તેમ ગુરૂ-શિષ્ય, શિષ્ય - ગુરૂ પ્રત્યે રાગ - નેહ રાખે છે એટલે ગૃહસ્થ કે સાધુના વ્યવહારમાં કયાંય અતર દેખાતું નથી मूलमू- एवं तुब्भे सरागत्था, अन्नमन्नमणुव्वसा । नसप्पहसब्भावा, संसारस्स अपारगा ॥१०॥ અર્થ : આ પ્રમાણે તમે રોગયુકત છે અને પરસ્પર એકબીજાને વશ રહો છો ને સત્પથ તથા સદ્દભાવથી રહિત છો ચાર ગતિરૂપ સંસારને પાર પામનારા નથી.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy