________________
મૂયગડાંગ સૂત્ર
૨૪૧
मूलम्- संवच्छरेणावि य एगमेगं, पाणं हणंता अणियत्तदोसा ।
सेसाण जीवाण वहेण लग्गा, सियाय थोवं गिहिणोऽवि तम्हा ॥५३॥ અર્થ - આદ્રકુમાર તાપસને કહે છે કે સર્વે ને નહિ હણવાના અભિપ્રાયથી વર્ષમાં એક મોટા
જીવની ઘાત કરનાર પુરૂષ હિંસાનાં દષથી રહિત કહી શકાય નહિ. હાથી જેવા પચેન્દ્રિય જીવની ઘાત કરવી તે મહાન પાપ છે. જે તમને નિષ્પાપી કહેવામાં આવે તે ગૃહસ્થ પણ અમુક મર્યાદા રાખી બીજા જીવોની હિંસા કરતાં નથી તે તેમને પણ નિર્દોષ કેમ ન
કહેવા? તો તમારો મત દૂષિત છે. અને હિંસાવાળો છે. मूलम्- संवच्छरेणावि य एगमेवं, पाणं हणंता समणव्वएसु ।
आयाहिए से पुरिसे अणज्जे, ण तारिसे केवलिणो भवंति ॥५४॥ અર્થ : આદ્રકુમાર મુનિ કહે છે કે જે પુરૂષ શ્રમણ ધર્મમાં રહીને પણ જે એક વર્ષમાં એક
પ્રાણને વધ કરે છે તે અનાર્ય જ ગણાય છે. આત્માનું અહિત કરનાર અનાર્યે કેવલ
જ્ઞાનરૂપી આત્માની શુદ્ધતાને પ્રાપ્ત કરી શક્તો નથી. એટલે મેક્ષને પામી શક્તા નથી. मूलम्- बुद्धस्स आणाए इमं समाहि, अस्सिं सुठिच्चा तिविहेण ताई ।
तरिउं समुद्द व महामवोधं, आयाणवं धम्ममुदाहरज्जा ॥५५॥ અર્થ : આદ્રકુમાર મુનિ અન્ય દર્શનીઓને પરાસ્ત કરીને તેમને પ્રતિબંધ આપી ભગવાન મહાવીર
સમક્ષ આવીને આજ્ઞાના આરાધક થયા. ભગવાન મહાવીરની આજ્ઞારૂપી સમાધિમાં જે કઈ ત્રણ કરણ અને ત્રણ ચગે છ કાય જીની રક્ષાવાળા થાય તે ભયંકર સંસાર સમુદ્રને તરી શકે છે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાનું એક માત્ર ઉપાય સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય છે તેને ધારણ કરવાવાળા જ સાચા સાધુ કહેવાય આવા વિચક્ષણ પુરૂષ જ આ ધર્મ ગ્રહણ કરીને અન્યને ઉપદેશ આપી શકે છે. આદ્રકુમાર મુનિ સમાધિ પામી મોક્ષ માર્ગને પ્રાપ્ત થયા. આદ્રકુમાર મુનિની માફક જે કઈ સાધક ભિક્ષુક સમાધિવંત બનશે તે અનાદિ અનંત એવા સંસારમળને નાશ કરી પરમ શાંતિને પ્રાપ્ત કરશે.