SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અધ્યાપન ૧ કહેવાનું શું કારણ છે? અને આ દૃષ્ટાંતથી કયા કાર્યની સિદ્ધિ થઈ શકે છે, તે હું તમને બતાવું છું मूलम्- लोयं च खलु मए अप्पाहट्ट समणाउसो । पुक्खरिणी बुइया, कम्मं च खलु मए अप्पाह१ समणाउसो । से उदए वुइए, कामभोगे य खलु मए अप्पाहटु समणाउसो । जे सेए बुइए, जण जाणवयं च खलु मए अप्पाहटु समणाउसो। ते वहवे पउमवरपोउरीए बुडए, रायाणं च खलु मए अप्पाहटु समणाउसो । से एगे महं पउमवरपोडरीए बुइए, अन्न उत्थिया य खलु भए अप्पाहट्ट समणाउसो । ते चतारि पुरिसजाया बुइया, धम्मं च खलु मए अप्पाहटु समणाउसो । से भिक्खू बुइए, धम्मतित्थं च खलु मए अप्पाहटु समणाउसो। से तीरे बुइए धम्मकहं च खलु मए अप्पाहटु समणाउसो । से सद्दे बुइए, निव्वाणं च खलु मए अप्पाहटु समणाउसो। से उप्पाए बुइए। एवमेयं च खलु मए अप्पाह? समणाउसो से एवमेथं बुइयं ॥८॥ અર્થ • ભગવાન મહાવીર સ્વામી પુષ્કરણ વાવનાં દષ્ટાંતનો સાર ભાગ સાધુ-સાધ્વીઓ પ્રત્યે નીચે પ્રમાણે કહે છે - હે શ્રમણ શ્રમણીઓ! આ ચૌદ રાજલક પ્રમાણે રહેલા લેકને હુ એક પુષ્કરણી વાવ તરીકે ઓળખું છું જેમ આ વાવમાં અનેક કમળ ઉત્પન્ન થઈ રહેલાં છે, તેમ આ લેકમાં અનેક પ્રકારના જ પિતાનાં પુણ્ય અને પાપકર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને મરે છે. વળી અનેક પ્રકારનાં દુઃખને અનુભવ કરતાં અનેક આત્માઓને તરફડતા જોઉં છું હવે પુષ્કરણીમાં પાણીનાં કારણે કમળની ઉત્પત્તિ રહે છે, તેમ આઠ પ્રકારનાં કર્મોના કારણે જ મનુષ્યોનાં દુઃખની ઉત્પત્તિ અને નાશ થયા કરે છે. જેમ વાવમાં ફસાયેલ પુરૂષ બહાર નીકળી શકતાં નથી તેમ વિષય કષાયમાં ભેગોમાં આસકત થયેલાં મનુષ્ય સ સારરૂપી પુષ્કરણમાંથી બહાર નિકળી શકતા નથી. જેમ વાવમાં શ્રેષ્ઠ કમળ છે તેમ આ મનુષ્ય લેકમાં રાજારૂપી મહાન વેત કમળ છે આ “શ્વેત કમળને હુ નિર્વાણ કહુ છુ આવા નિવણરૂપી શ્વેત-કમળને આત્મપુરૂષાર્થથી જ માનવ પ્રાપ્ત કરી શકે છે જેમ માર્ગને અજાણ પુરૂષ પુષ્કરણમાં કમળને લેવા જતાં ફસાઈ ગયા, તેની માફક મનુષ્ય આ માનવભવને પામીને “નિર્વાણ લેવાને બદલે વિષયમાં આસકત થઈ જવાથી તેઓ વેત કમળને જેમ ચારે પુરૂષ ઉખેડી શક્યા નહિ તેમ આવા આસક્ત પુરૂષ નિર્વાણને પામી શકયા નહિ જેમ પાંચમો પુરૂષ કાંઠે ઉભો રહીને કેવળ શબ્દ દ્વારા જ વેત કમળને બહાર કાઢી શકે, તેમ રાગ-દેષ રહિત પુરૂષ વિષય ભેગને ત્યાગ કરીને આત્મપ્રાપ્તિને જાણકાર થઈ શ્વેત કમળરૂપી નિર્વાણને કોઈપણ જાતનાં દુઃખ ભેગવ્યા સિવાય પ્રાપ્ત કરી શકે છે. કામગથી વિરકત પુરૂષ જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે અને એ જ મનુષ્યભવનું કર્તવ્ય છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy