SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ અધ્યયન ૧ अबाले मग्गत्थे, मग्गविऊ, मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि त्तिक्टु इति वुच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरिणी, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए, महंते सेए, जाव अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्ने, तच्चे पुरिसजाए ॥४॥ અર્થ : હવે આવી રીતે પશ્ચિમ દિશામાંથી ત્રીજે પુરૂષ આવીને પુષ્કરણ વાવડીનાં કાંઠે આવીને ઉભો રહે છે આ માણસ ઉત્તમ પુંડરીક કમળને જુએ છે. વળી આ ત્રીજો પુરૂષ તે વાવડીનાં મધ્ય ભાગમાં આવેલા કિચડ અને કાદવમાં ફસાયેલા બે પુરૂને જૂએ છે કે જેઓ કિનારાથી બહુ દૂર નીકળી ગયા છે અને પુંડરીક કમળ સુધી પણ પહોંચી શક્યા નથી તેઓ નથી અહિયાના રહ્યા કે નથી ત્યાંનાં રહ્યા ! આ બન્ને પુરૂને જોઈ ત્રીજો પુરૂષ વિચારે છે કે આ બન્ને માન અકુશળ અને સમજણ વિનાનાં છે. બાળકનાં જેવી જ તેમની બુદ્ધિ છે તેથી તેઓ તે માર્ગને ગ્રહણ કરી શક્યા નથી. હુ આ કમળને ઉખેડવાને કિમિ જાણું છું. વળી આ માર્ગને માહિતગાર છું એમ વિચારી તે ત્રીજો પુરૂષ વાવડીમાં ઝંપલાવે છે. વાવડીમાં કાદવનું અધિકપણું હોવાથી તથા તરવાનું જ્ઞાન ન હેવાથી તે પુરૂષ પણ અગાઉના પુરૂષની માફક ખૂંચી ગયે, અને શેક્સાગરમાં ડૂબી ગયો. मूलम्- अहावरे चउत्थे पुरिसजाए, अह पुरिसे उत्तराओ दिसाओ आगम्म तं पुक्खरिणी, तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवर पोंडरीयं अणुपुवुट्ठियं जाव पडिरूव । ते तत्थ तिनि पुरिसजाते पासति-पहिणे वीरं अपत्ते जाव सेयंसि णिसन्ने । तए णं से पुरिसे एवं वयासी-अहो-णं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्स गतिपरक्कमण्ण जपणं एते पुरिसा एवं मन्ने-अम्हे एतं पउमवरपोडरीयं उनिकिखस्सामो, णो य खलु एवं पउमवरपोडरीयं एवं अन्निक्खेयव्वं जहा णं एते पुरिसा मन्ने। अहमंसि पुरिसे खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोडरीय उन्निक्खिस्सामि त्तिकटु, इति वुच्चा से पुरिसे तं पुक्खरिणी जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए महंते सेए जाव णिसन्ने । चउत्थे पुरिसजाए ॥५॥ અર્થ : હવે ચોથા પુરૂષની અહિ વાત કહેવામાં આવે છે આ ચોથે પુરૂષ ઉત્તર દિશામાંથી આવી વાવડી નજીક ઉભે રહ્યા. કાઠે ઉભો રહીને આ ઉત્તમ અને વિલક્ષણ પ્રકારની રચનાથી યુક્ત એવા દર્શનીય અને મનોહર પુડરીક કમળને વાવની વચ્ચે આવેલું જૂએ છે વળી તે કમળને ગ્રહણ કરવા નિકળેલા ત્રણ પુરૂષને પણ જૂએ છે આ ત્રણ માનવીઓ માર્ગનાં અજાણ હોવાથી પોતાની ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શક્યા નથી. હું આ માર્ગને તેમ જ ગ્રહણ કરવાની વિધીને પાર ગત હોઈ તે પુડરીક કમળને મૂળમાંથી ઉખેડી જરૂર લાવીશ આ પુરૂષ વાવમાં ઝંપલાવતાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને કાદવ કીચડને સામને કરે પડે છે. તેથી તે પણ અસમર્થ નિવડવાથી કાદવમાં ખેંચી જઈ મહાન દુઃખ અનુભવે છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy