SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र कृतांग सूत्रम् બીજે શ્રી શ્રુતસ્કંધ – પ્રથમ અધ્યયન પંડરિક પૂર્વભૂમિકા – પહેલા શ્રુતસ્કંધમાં સંક્ષિપ્તથી જે અર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે એજ અર્થ આ બીજા ગ્રુતસ્કંધમાં યુકિતપૂર્વક અને વિસ્તારથી દષ્ટાંત દ્વારા કહેવામાં આવશે. બીજા શ્રતસ્ક ધમાં સરળપણે અગાઉનાં વિષને સમજાવવામાં આવશે. તેથી બને શ્રુતસ્કંધેને વિષય સરખે જ છે. ફરક એટલો જ છે કે પહેલા સ્કંધમાં સંક્ષિપ્તથી વર્ણન કર્યું છે. અહિં બીજા સ્કંધમાં વિસ્તારપૂર્વક નિરૂપણ કરેલ છે. આ બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયન છે (૧) પુંડરીક (૨) કિયાસ્થાન (૩) આહાર પરિજ્ઞા (૪) પ્રત્યાખ્યાન (પ) અણગાર શ્રત (૬) આદ્રક (૭) નાલંદા. પહેલાં શ્રતસ્કંધની અપેક્ષાએ આ શ્રુતસ્કંધ મોટું હોવાથી આનું નામ “મહા અધ્યયન” રાખવામાં આવ્યું છે. પહેલા અધ્યયનનું નામ “પુંડરીક એટલે કમળ એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. કારણ કે કમળની ઉપમા આપીને જીવોની રૂચિ ધર્મમાં ઉત્પન્ન કરવા માટે મહાપુરુષનો પ્રયત્ન છે. જેમ કમળ કાદવમાંથી ઉત્પન્ન થયું છે, છતાં કાદવથી મુકત રહે છે તેમ આ જીવ સંસારની મલિન વસ્તુમાંથી ઉત્પન્ન થયેલ છે છતાં સર્વ વિષયભેગથી નિવૃત્ત થઈ સંસારથી મુકત રહી શકે છે એવું જીવને યથાયોગ્ય જ્ઞાન આપવા માટે જ્ઞાનીઓએ આ બીજા શ્રુતસ્કંધની રચના કરી છે मलम- सुयं मे आउसं तेण भगवया एवमक्खायं इह खलु पोंडरीए णामज्झयणे तस्स णं अयमठे पण्णत्ते-से जहा नामए पुक्खरिणी सिया बहुउदगा बहुसेया, बहुपुक्खला, लद्धदा पंडरिकिणी पासादिया दरिसणिया अभिरूबा, पडिरूबा । तोसे णं पुक्खरिणीए तत्थ तत्थ देसे देसे तहि तहिं बहवे पउमवरपोंडिरीया, बुइया, अणुयुबुट्ठिया ऊसिया रूइला वण्णमंता गंधमंता रसमंता फासमंता पासादीया दरिसणिया अभिरूवा, पडिरूवा। तीसेणं पूक्खरिणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरीए बुइए, अणपव्वदिए उस्सिते रूइले वन्नमंते गंधमंते रसमंते फासमंते पासादीए, जाव पडिरूवे। सन्वावंति च णं तीसे पक्खरिणीए तत्थ तत्थ से देसे तहिं तहिं बहवे पउमवस्पोंडरीया वुइया अणपवट्रिया उसिया, रुइला जाव पडिरूवा । सव्वावंति च णं तीसेणं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगं महं पउमवरपोंडरीए बुइए अणुपुबुट्ठिए जाव पडिरूवे ॥१॥ અર્થ : શ્રી સમસ્વામી પિતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે કે હે જંબુ! ભગવાન મહાવીર પંડરીક” નામનાં અધ્યયનનાં જે અર્થ કરેલ છે તે હું તને કહું છું. જેમ કેઈ એક ઘણા પાણીવાળી તથા કીચડવાળી, યથાર્થ ગુણવાળી વેત કમળથી ચુત, નિર્મળ દર્શનીય અને
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy