SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મૂયગડગ સૂત્ર ૧૩૭ मूलम्- एत्यवि समणे अणिस्सिए, अणियाणे, आदाणं च, अतिवायं च, मुसावायं च, बहिद्धं च, कोहं च, माणं च, मायं च, लोहं च, पिज्जं च, दोसं च, इच्चेव जओ जओ आदाणं अप्पणो पदोसहेऊ तओ तओ आदाणातो पुव्वं पडिविरते पाणाइवाया सिआ दंते, दविए वोसटुकाए समणोत्ति वच्चे ॥२॥ અર્થ : વળી ઉપરોકત સર્વ ગુણે સહિત શરીરનાં મમત્વરહિત સાંસારિક સુખોની ઈચ્છારહિત તેમજ અઢાર પ્રકારનાં પાપ ગણાવ્યા છે કે જે કર્મબંધનનાં હેતુઓ છે તે દોષથી જે સાધક નિવૃત્ત હોય તે “શ્રમણ” કહેવાય છે. તદ્દઉપરાંત જે સાધક અપ્રતિબધ વિહારી તેમજ ક્રિયાની ફળાકાંક્ષા રહિત હોય, તેમજ ઈન્દ્રિયને દમન કરવાવાળો હોય, વળી શરીરની દરેક પ્રકારની સુશ્રુષતાથી રહિત હોય, હેય-રેય અને ઉપાદેયના તત્ત્વનુ જેને યથાયોગ્ય જ્ઞાન વર્તતું હોય તે જ “શમણ” કહી શકાય. मूलम्- एत्थ वि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसट्टकाए संविधुणीय विरूवरूवे परी सहोवसग्गे अज्झप्पजोग सुद्धादाणे उवट्ठिए ठिअप्पा संखाए परदत्तभोई भिक्खू त्ति वच्चे॥३॥ અર્થ : જે પુરુષ નિર્વઘ ભિક્ષા ગ્રહણ કરે છે તે ભિક્ષુક કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મોને ભેદવામાં જે ઉદ્યમવંત છે તે પણ ભિક્ષુક છે. પૂવૉકત સર્વ ગુણે સહિત “માહણ” અને “શ્રમણનાં જે જે ગુણે કહ્યા તે સર્વગુણ અભિમાન રહિત, વિનયયુકત, નમ્રતાવાળા, જિતેન્દ્રિય, મોક્ષને યોગ્ય, શરીરના મમત્વરહિત હોય તે જ ભિક્ષુક કહેવાય છે વળી વિવિધ પ્રકારનાં ઉપસર્ગોને સમભાવે સહન કરનાર હોય તે પણ ભિક્ષુક છે. નિર્મળ, શુદ્ધ, ચરિત્રવાન અને આપાગી સાધક ભિક્ષુક” કહેવાય. તેમ જ સંસારને અસાર જાણનાર અન્ય પાસેથી પ્રાપ્ત થયેલી નિર્દોષ આહારને ભોગવનાર એવા આચારવાળા સાધુને “ભિક્ષુક” કહેવાય છે. मूलम्- एत्थवि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिन्नसोए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते विऊ दुहओवि सोयपलिच्छिन्ने णो पूयासक्कारलाभट्ठी धम्मट्ठी धर्मावऊ णियागपडिवो समियं चरे दंते दविए वोसट्टकाए निग्गंथे त्ति वच्चे ॥४॥ से एवमेव जाणह जमहं भयं तारो॥त्तिबोमि ॥ इति सोलसमं गाहानामज्झचणं समत्तं ।। पढमो सुअवक्खंधो समत्तो।। અર્થ : ઉપરોકત ગુણવાળે સાધક એટલે મુનિ નિગ્રંથ પણ કહેવાય છે જે બાહ્ય અને અભ્યતર પરિગ્રહથી રહિત હોય તે નિગ્રંથ છે. ઉપર પ્રદર્શિત કરેલ ભિક્ષુકનાં જે જે ગુણો તેમ જ શ્રમણનાં જે જે અવિભવ વર્ણવ્યા છે તે અવિર્ભાવ નિગ્રંથમાં પણ હોય છે. આ ઉપરાંત વિશેષમાં નિગ્રથ રાગદ્વેષ રહિત અવસ્થામાં વિચરનારા હોય છે. ગતિ અને આગતિમાં જીવ એકલો જ ગમન અને આવાગમન કરે છે. તેનું યોગ્ય જાણપણું નિગ્રથને હોય છે. વળી સમસ્ત પદાર્થો અને તેનાં ગુણે તેમ જ ગુણની સમય સમયની ત્રણેય કાળની અવસ્થા જાણનાર નિગ્ર હોય છે. વ્યવહારિક નયે આશ્રવ દ્વારેને નિગ્રંથે રેકે છે. એમ કહેવાય આવા નિગ્રો કઈ પ્રકારનાં પ્રયજન વિનાં શરીરની ક્રિયા કરનારા હોતા નથી. આવા
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy