SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ અધ્યયન ૧૫ નહિ. આ સાધક સંયમ ધર્મનાં પાલનમાં નિપુણ છે. સંયમ સમાન અન્ય કે ઉત્તમ પદાર્થ નથી આવે પુરુષ પરમાર્થ દષ્ટા અને તત્વદશી છે. मूलम्- से हु चक्खू मणुस्साणं जे कंखाए य अंतए । अंतेण खुरो वहई चककं अंतेण लोट्टई ॥१४॥ અર્થ - જે સાધકને ઈન્દ્રિયોનાં વિષયોને ભોગવવાની ઈચ્છા નથી તે પુરુષ મનુષ્યને નેત્રની માફક મોક્ષ માર્ગ બતાવવાવાળો છે જેમ છશે ધાર વડે પિતાનું કાર્ય કરે છે અને પિડુ તેનાં છેલા ભાગથી કાર્ય સાધક બને છે તેવી રીતે કષાયસ્વરૂપ મેહનીય કર્મને અંત પણ સંસાર પરિભ્રમણનાં અંતરૂપે કાર્ય કરે છે અર્થાત્ જે મેહનીય કર્મને ક્ષય કરે છે તે જ સાધક જન્મમરણને અત કરે છે. मूलम्- अंताणि धीरा सेवंति तेण अंतकरा इह । इह माणुस्सए ठाणे धम्ममाराहिउं णरा ॥१५॥ અર્થ : વિષય સુખેની ઈચ્છારહિત સાધુ પુરુષે અંતપ્રાંત આહારનું સેવન કરનારા હોય છે. આવા સાધકે દેહ-મમત્વથી રહિત થઈ સંસારને ક્ષય કરે છે. આવા સાધકે જ મનુષ્ય ધર્મઆરાધના કરી સંસાર સમુદ્રને તરે છે. આવા પુરુષે જ ધર્મ આરાધનાને ચોગ્ય કહેવાય છે. ટિપ્પણી – અતપ્રાંત આહાર એટલે રસકસ વિનાનો ભૂખે સૂકકે આહાર. મનુષ્યભવ સિવાય અન્ય ગતિમાં મોણ પ્રાપ્ત થઈ શકતો નથી, પણ સમ્યક્રર્શન પ્રાપ્ત થઈ શકે છે જે મોક્ષમાર્ગ છે. मूलम्- णिट्ठियट्ठा व देवा वा उत्तरीए इयं सुयं । सुयं च मेयमेगेसि अमणुस्सेसु णो तहा ॥१६॥ અર્થ : કેત્તર જિન શાસનમાં એવું સાંભળવામાં આવ્યું છે, કે ધર્મઆરાધનને ચોગ્ય મનુષ્ય સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપની આરાધના કરીને કૃતકૃત્ય થઈને મોક્ષગામી થાય છે. કદાચ કોઈ આવા સાધકને કર્મો બાકી હોવાનાં કારણે સુધર્મ વિગેરે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મનુષ્યભવ પામી મેક્ષમાં જાય છે. मूलम्- अंत करंति दुक्खाणं इहमेगेसि आहियं । आघायं पुण एगेसिं दुल्लभेऽयं समुस्सए ॥१७॥ અર્થ : કેઈ અન્ય મતવાળાનું કહેવું છે કે દેવ જ અશેષ દુખને અંત કરે છે. પણ એ સંભવ નથી. વીતરાગ કથન છે કે મનુષ્ય જ શારીરિક અને માનસિક દુખેને નાશ કરી શકે છે. તેનાથી ભિન્ન કેઈ અન્ય પ્રાણી તેમ કરી શક્યું નથી. કારણ કે અન્ય ગતિમાં વિતરાગ ધર્મ શ્રવણુ કરવો પણ દુર્લભ છે. તો પછી મોક્ષ પ્રાપ્ત કરવાની વાત જ કયાં રહી?
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy