SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અધ્યયન ૧૪ કરી શકે છે ત્રણ કાળનાં સ્વરૂપને જાણનાર પુરૂષ પૂર્વકર્મને નાશ કરી શકે છે. આ વિતરાગ વચનામાં પ્રણિત પુરૂષ પણ પિતાને તથા અન્યને સંસારમાંથી મુક્ત કરાવી શકે છે સાધક પુરૂષ પ્રશ્નોના ઉત્તર આગમ અનુસાર વિચાર કરીને આપે છે. मूलम्- णो छायए णोऽवि य लूसएज्जा, माणं ण सेवेज्ज पगासणं च । ___ण यावि पन्ने परिहास कुज्जा, ण याऽऽसियावाय विचागरेज्जा ।।१९।। અર્થ : સાધુ પ્રશ્નોના જવાબ દેતી વખતે શાસ્ત્રોનાં યોગ્ય અર્થને છુપાવે નહિ. બીજાના ગુણેને પણ છુપાવે નહિ વળી બીજા સિદ્ધાંતને આધાર લઈ શાસ્ત્રની વ્યાખ્યા કરે નહિ. હું માટે વિદ્વાન છું એવા પ્રકારનું મિથ્યાભિમાન કરે નહિ પિતાનાં ગુણોની પ્રશંસા કરે નહિ તેમજ અન્યના ગુણને દૂષિત ન કરે કઈ પ્રસંગે શ્રોતા પદાર્થમાં સ્વરૂપને તથા ભાને ન સમજે તે તેમની મશ્કરી કરે નહિ તેમજ કોઈ વ્યક્તિને સાધક મુનિ આશીર્વાદ આપે નહિ मूलम्- भूयाभिसकाइ दुगुंछमाणे ण णिव्वहे मंतपदेण गोयं । ण किचिमिच्छे मणुए पयासु असाहु धम्माणि ण संवएज्जा ॥२०॥ અર્થ : પ્રાણીઓના વિનાશની શંકાથી કઈ વ્યક્તિને આશીર્વાદ આપે નહિ મંત્ર વિદ્યાને પ્રયોગ કરી પોતાના સયમને બગાડે નહિ વળી આવો સાધક ઉપદેશ આપતાં શ્રોતાજને પાસેથી કઈ પણ વસ્તુની ઈચ્છા રાખે નહિ વળી સાધુને ચગ્ય નહિ એવા ધર્મનો ઉપદેશ પણ કરે નહિ (વાણીનું રક્ષણ કરવું તેને ગેત્ર કહે છે અને મૌનને વાક સંયમ કહે છે) मूलम्- हासं पि णो संधइ पावधम्मे, ओए तहीयं फरुसं वियाणे । णो तुच्छए णो य विकत्थइज्जा, अणाइले या अकसाइ भिक्खू ॥२१॥ અર્થ : જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય તેવું સાધક બોલે નહિ તેમ જ તેવી ચેષ્ટા પણ કરે નહિ મન, વચન-કાયાથી પાપરૂપ કર્મનો ત્યાગ કરે વળી પાપમય ધર્મને હાસ્ય આદિ વડે પણ કહે નહિ. અન્યને દુખ ઉત્પન્ન થાય તેવા વચને સાધક બોલે નહિ વળી આ સાધુ પૂજા, અત્કાર પામીને અભિમાન કરે નહિ સાધક મુનિ આકુળતાથી તેમ જ લેભ આદિ કષાથી દૂર રહે मूलम्- संकेज्जयाऽसकितभाव भिक्खू विभज्जवायं च वियागरेज्जा । भासादुगं धम्मसमुहिहि वियागरेज्जा समया सुपन्ने ॥२२॥ અર્થ : શાસ્ત્રના કઠિન વિષયમાં શક રહિત હોય તે પણ સાધુ નિશ્ચય ભાષા ન બેલે અને સ્યાદવાદ યુકત વાણીનું કથન કરે ધમાં ચરણ કરવામાં પ્રવૃત રહેનાર અન્ય સાધુઓની સાથે ત્ય ભાષા તથા વ્યવહાર ભાષા બોલે. ધનવાન તેમ જ દરિદ્ર શ્રેતાવર્ગને ધર્મ ઉપદેશ આપતી વખતે નિપક્ષપાત પણે સાધક વર્તન કરે પોતાના અનુભવથી પદાર્થોને સ્પષ્ટતાપૂર્વક સમજાવે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy